Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

૮ ફૂટ ૩ ઈંચનો અફઘાની નાગરિક લખનઉ મેચ જોવા આવ્યોઃ કોઈ હોટલવાળા રૂમ આપતા નથી

લખનઉ, તા. ૬ :. ક્રિકેટના ચાહક અફઘાની નાગરિક શેરખાનને લખનઉનો અનુભવ સારો નથી રહ્યો કારણ છે તેનુ કદ અને કાઠી. ૮ ફુટ લાંબા શેરખાનને તેની લંબાઈને કારણે હોટલમાં રૂમ લેવા માટે ભારે મહેનત કરવી પડી છે. વિડંબણા એ હતી કે તમામ કાળો ચેક કરવા છતા પણ તેને રૂમ ન મળ્યો. આખરે તેને પોલીસનું શરણુ લેવુ પડયુ હતું.

શેરખાન લખનઉના સ્ટેડીયમમાં અફઘાન અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનાર વન-ડે સીરીઝ જોવા આવ્યો છે. તેણે હવે પોલીસ પાસે રૂમ માટે મદદ માંગી છે. તેણે પોલીસને જણાવ્યુ છે કે મારી ઉંચાઈને કારણે મને કોઈ રૂમ નથી આપતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે શેરખાનની ઉંચાઈ ૮.૩ ઈંચ છે. તેનો ચહેરો અને હાઈટ જોઈને હોટલવાળા રૂમ આપવાથી ડરી રહ્યા છે. અત્રે એ નોંધનીય છે કે આજથી વન ડે સીરીઝ શરૂ થઈ રહી છે. બન્ને ટીમોની વન ડે અને ટી-૨૦ સીરીઝ પણ લખનઉમાં યોજાનાર છે.

શેરખાન ક્રિકેટના ભારે ચાહક છે તે અગાઉ પણ ભારત આવી ચૂકયો છે. દેખાવમાં તે ગ્રેટ ખલી જેવો લાગે છે.

(10:25 am IST)