Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સમલૈંગિક વિવાહનું સાક્ષી બન્યું જેસલમેરઃ ભારત-ફ્રાંસની યુવતીએ કર્યા લગ્ન

ફ્રાંસ અને દક્ષિણ ભારતીય યુવતીએ કર્યા સમલૈંગિક લગ્ન

જેસલમેર, તા.૬: ડેસ્ટિનેશન વેડિંગ  હબ બનેલા રાજસ્થાનના જેસલમેર માં એક સમલૈંગિક વિવાહ ગત ત્રણ ચાર દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે. ફ્રાંસની યુવતીએ દક્ષિણ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા. આ માટે એક ૫ સ્ટાર હોટલમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. ૫ દિવસ આ હોટલમાં બંને યુવતીઓના લગ્નની વિવિધ લગ્નની પ્રથા પણ નિભાવવામાં આવી.વળી આ લગ્નમાં પરિવારજનો સમેત દેશ વિદેશથી વીઆઇપી મહેમાનો પણ જેસલમેર પહોંચ્યા હતા. જો કે આ લગ્ન અને તેના આયોજનને પૂરી રીતે ગોપનીય રાખવામાં આવ્યું હતું. સોમવારે આ હાઇ પ્રોફાઇલ લગ્ન કરવામાં આવ્યા.ઉલ્લેખનીય છે કે દેશમાં સપ્ટેમ્બર ૨૦૧૮માં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી હતી. આ સંબંધમાં કલમ ૩૭૭ લાગુ થયા પછી સંભવત આ રાજસ્થાનનો પહેલો સમલૈંગિક વિવાહ હતો. પ્રમુખ પર્યટન સ્થળ જેસલમેરની આ હોટલમાં પહેલીવાર આ રીતના સમલૈંગિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. ૫ સ્ટાર હોટેલમાં ૨ નવેમ્બરથી ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા જ હિંદુ મુસ્લિમ લેસ્બિયન કપલે લગ્ન કરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ ઇન્ડો પાક લેસ્બિયન કપલમાં બિયાનકા ભારતીય છે અને સાયમા પાકિસ્તાની. આ બંને યુવતીઓએ કેલિફોર્નિયામાં લગ્ન કર્યા હતા. અને બંને કપલની લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.૫ નવેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને ૨ નવેમ્બરથી મહેમાનો પણ આવ્યા હતા. આ યુવતીઓએ જણાવ્યું કે તેમની વચ્ચે લાંબા સમયથી લેસ્બિયન સંબંધો હતા.

(10:26 am IST)