Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

છ કરોડ PF ખાતાધારકોને મળી શકે છે ૧૦ લાખનો વીમો

લદ્યુત્તમ વીમાની રકમ ૨.૫ લાખ રૂપિયાથી વધીને ૪ લાખ રૂપિયા થાય તેવી સંભાવના

નવી દિલ્હી, તા.૬: નોકરીયાત વર્ગ માટે સરકાર ટૂંક જ સમયમાં ખુશીના સમાચાર જાહેર કરી શકે છે. સૂત્રોની જાણકારી મુજબ  EPFOએ તેના સભ્યો માટે જીવન વીમાની રકમ વધારવાની તૈયારી શરુ કરી દીધી છે. જે મુજબ સંભવત મહત્તમ વીમા રકમ હાલના ૬ લાખ રુપિયાથી વધીને ૧૦ લાખ રુપિયા કરવાની ભલામણ છે જયારે લદ્યુત્તમ વીમા રકમને ૨.૫ લાખ રુપિયાથી વધારીને ૪ લાખ રુપિયા કરવામાં આવશે.

જાણકારી મુજબ 'શ્રમમંત્રાલય આ મામલે ચર્ચા કરી ચૂકયું છે અને બંને તબક્કે વીમાની રકમમાં વધારો કરવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ રજૂઆત પર ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે EPFOના ખાતાધારકોને EPFઅને EPS સિવાય જીવન વીમાનો અન્ય એક મહત્વનો ફાયદો મળે છે. નિયમ મુજબ EPSના તમામ સભ્યો એમ્પ્લોયીજ ડિપોઝીટ લિન્ક ઇંશ્યોરન્સ સ્કીમ ૧૯૭૬ (EDLI) હેઠળ કવર થાય છે.

ચ્ભ્જ્માં નોકરીયાત વર્ગના ૧૨ ટકા પૈસા જમા થાય છે અને તેટલી જ રકમ તેમના એમ્પ્લોયર દ્વારા EPF અને પેન્શનમાં પણ જમા કરવામાં આવે છે. પરંતુ આ સિવાય પણ કંપની દ્વારા યોગદાન કરવામાં આવે છે જે હેઠળ EDLI (Employees Deposit Linked Insurance) કંપની દ્વારા ૦.૫૦ ટકા યોગદાન કરવામાં આવે છે.

(10:15 pm IST)