Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પીએમસી બેન્‍કમાં જમા હતા રૂ. ર૬ લાખ, ઇલાજ ન કરાવી શકવાને કારણે બીમાર બુઝુર્ગનુ થયું મોત

        થાણે ( મહારાષ્‍ટ્ર ) માં પંજાબ એન્‍ડ મહારાષ્‍ટ્ર કો-ઓપરેટીવ (પીએમસી) બેન્‍કના ૭૪ વર્ષીય ખાતાધારક એંડર્યુ લોબોના પરિવારએ સોમવારના જણાવેલ કે ગુરુવારના રોજ લોબોનુ મૃત્‍યુ થયુ.

        પરિવારએ કહ્યું કે લોબોના પીએમસી બેન્‍ક ખાતામાં રૂ. ર૬ લાખ જમા હતા પણ પૈસા ફસાયા હોવાને લઇ તે ફેફસાથી જોડાયેલી પોતાની બીમારીનો ઇલાજ ન કરાવી શકયા.

(12:00 am IST)