Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

કર્ણાટક પેટાચૂંટણી પરિણામો

લોકસભાની ચૂંટણી પહેલા નિરાશા હાથ લાગી

બેંગ્લોર, તા. ૬ : કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે સીટો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી ગયો છે. લોકસભાની બે સીટ પર કોંગ્રેસની જીત થઇ છે જ્યારે બે વિધાનસભા સીટ પૈકી એક પર તેની જીત થઇ છે. બીજી સીટ ઉપર પણ સ્થિતિ સારી છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધને બે વિધાનસભા બેઠકો જીતી લીધી છે. મંડિયા અને બેલ્લારી લોકસભા સીટ ઉપર પણ જીત થઇ છે. બીએસ યેદીયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્રએ સિમોગા લોકસભા સીટ ઉપર જીત મેળવવામાં સફળતા મેળવી છે. આ પરિણામ કોંગ્રેસની રાજનીતિની દ્રષ્ટિએ પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં કોની ક્યાં જીત થઇ તે નીચે મુજબ છે.

લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણી

*    ભાજપના બીએસ યેદીયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રએ જેડીએસના મધુ બંગારપ્પાને હાર આપી સિમોગા લોકસભા બેઠક પર જીત મેળવી

*    બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વીએસ ઉગરપ્પાએ ભાજપના જે શાંતાને હાર આપી

*    માંડિયા લોકસભા સીટ પર જેડીએસના ઉમેદવાર શિવરામ ગૌડાની ભાજપના ઉમેદવાર સામે જીત મેળવી. અહીં ભાજપના ઉમેદવાર ઉપર ૩૨૪૯૪૩ મતે જીત મેળવી

વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી

*    રામનગરમ વિધાનસભા સીટ પર જેડીએસની જીત થઇ છે. અહીં જેડીએસના ઉમેદવાર અને મુખ્યમંત્રી કુમારસ્વામીના પત્નિ અનિતા કુમારસ્વામીએ જીત મેળવી

*    જામખંડી વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી

(6:55 pm IST)