Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ચોંકાવનારી ઘટના : સાસુને વહુઓએ ઘરેથી તગેડી મૂકતા ભીખ માંગીને બની લખપતિ

હૈદરાબાદ તા. ૬ : આંધ્રપ્રદેશનાં નાલગોંડા સ્થિત મિરયાલગુડામાં એક વૃદ્ઘ મહિલાને તેનાં પરિવારવાળાઓએ નજરઅંદાજ કરી દીધાં. જેનાં કારણે તેઓએ ભીખ માંગવાનું શરૂ કર્યું. પોલીસને મહિલાની તપાસ દરમ્યાન તેની પાસેથી અનેક ઘણાં પૈસા મળ્યાં કે જેને જોઇને તેઓ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયાં.

વૃદ્ઘાવસ્થામાં તેઓનાં પરિવારવાળાઓએ નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું. પરિવારવાળાઓને તેઓની સંપત્ત્િ। જોઇતી હતી પરંતુ તેઓ તેમને સાથે રાખવા માંગતા ન હોતાં. આ કારણોસર વૃદ્ઘા મહિલાને ઘર છોડવું પડ્યું. જયાર બાદ તે ભીખ માંગવા માટે મજબૂર થઇ ગયાં.

જેથી તે પોતાની કમાણી બચાવતી રહી. જે કારણોસર તેઓની પાસે વધારે પૈસા ભેગા થઇ ગયાં. એક દિવસ પોલીસ દરેક ભિખારીઓની તપાસ કરી રહી હતી ત્યારે જ તે એટલાં બધાં પૈસા જોઇને હેરાન થઇ ગઇ અને મહિલા સાથે પૂછપરછ કરી. ત્યાર બાદ મહિલાએ પોલીસને આનાં વિશે સંપૂર્ણ મામલો પોલીસને જણાવ્યો અને રકમને બેંકમાં જમા કરાવી દીધી.પેંતમ્મા નામની આ મહિલા આંધ્રપ્રદેસનાં નાલગોંડા સ્થિત મિરયાલગુડાની રહેવાવાળી છે. તેઓનાં બે દીકરાં પણ છે. પેંતમ્માનાં પતિનાં મોત બાદ તે સંપૂર્ણ રીતે પોતાનાં બાળકો પર સંપૂર્ણ આશ્રિત થઇ ગઇ. તેઓની પાસે થોડી જમીન હતી ત્યારે તેને વહેંચી કાઢી અને તે કારણોસર તેઓને બે લાખ રૂપિયા મળ્યાં. વૃદ્ઘ મહિલાએ એક લાખ રૂપિયા પોતાનાં બાળકોને આપ્યાં અને એક લાખ રૂપિયા પોતાની પાસે રાખ્યાં.થોડાંક સમય બાદ એક દીકરાનું મોત થઇ ગયું અને બીજો દીકરો ઘર છોડીને ભાગી ગયો. ત્યાર બાદ તેઓની વહુઓએ તેને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું. તેઓ તેને ભૂખ્યાં રાખવા લાગી. આ કારણે મજબૂરીમાં પેંતમ્માએ ઘર છોડી દીધું અને તે બાદમાં હૈદરાબાદ પહોંચી ગઇ. ઘડપણનાં કારણે તેઓ કોઇ પણ કામ કરવામાં સક્ષમ નથી. ત્યારે મજબૂરીમાં પેંતમ્મા પોતાનું પેટ ભરવા માટે ભીખ માંગવા લાગી. તે ૨૦૧૧થી મૂસારામબાગ ટીવી ટોવર પર રહેતી હતી.

(3:20 pm IST)