Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

બજારમાં આવી ગઇ સોનાની મીઠાઇ અને ચાંદીના ફટાકડા

લખનઉ તા. ૬ : આ દિવાળીએ લખનઉમાં સોનાની મીઠાઈ બજારમાં આવી ગઇ છે. જેની કિંમત ૫૦ હજાર રૂપિયે કિલો છે. આ મીઠાઇઓ પર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનથી મંગાવીને તેના ઉપર ૨૪ કેરેટ સોનાની પરત ચઠાવવામાં આવે છે. અહીંયાના કારીગર ચાંદીના ફટાકડા જેવા કે રોકેટ, તારામંડળ અને માચિસ પણ બનાવી રહ્યાં છે.સોનાની મીઠાઈઓ એકદમ સોનાના બિસ્કિટ જેવી જ દેખાય છે કારણ કે તેના પર ૨૪ કેરેટ શુદ્ઘ સોનાની પરત ચઠાવવામાં આવી છે. આની લિજ્જત વધારવા માટે ઓસ્ટ્રેલિયાના કવીંસલેન્ડના મેકડામિયા નટ્સ, અમેરિકાની બ્લેકબેરી, અફઘાનિસ્તાનના કાળા મુનક્કે અને કશ્મીરનું કેસર મળી રહ્યું છે. આ દિવાળીમાં ભેટ આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.

દેશની સૌથી મોંઘી મીઠાઈ બનાવનારી કંપની છપ્પનભોગ સ્વીટ્સના માલિક રવિન્દ્ર ગુપ્તા કહે છે કે, 'સોનાની મીઠાઈની સાથે કોઇ રૂપિયાનું અભિમાન નથી. પરંતુ તેની સાથે તે અનુભવ છે કે આપ જેને ચાહો છો જેની કેર કરો છો તેને કોઇ બેમિસાલ ગિફટ આપી રહ્યાં છો.'(૨૧.૨૪)

(3:18 pm IST)