Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પાંચ નવા રિચાર્જ પ્લાન

Jioને ટક્કર આપવા એરટેલે જાહેર કરી 126GB ઇન્ટરનેટ ડેટાની સ્કિમ

નવી દિલ્હી તા. ૬ : જીઓ ઈન્ટરનેટને ટક્કર આપવા માટે બીજી ટેલિકોમ કંપનીઓએ અવનવી ઓફર લોંચ કરી છે. તાજેતરમાં ટેલિકોમ કંપની એરટેલે પોતાના પ્રિપેડ ગ્રાહકો માટે પાંચ નવા પ્રિપેડ પેક લોંચ કર્યા છે. જેમાં ગ્રાહકોને કુલ ૧૨૬ જીબીનો ઈન્ટરનેટ ડેટા મળી રહેશે. ટેલિકોમ ઓપરેટરે ૧૭૮ રૃપિયા, ૨૨૯ રૃપિયા, ૩૪૪ રૃપિયા, ૪૯૫ રૃપિયા અને ૫૫૯ રૃપિયાની પાંચ નવી રિચાર્જ ઓફર લોંચ કરી છે. જીઓને ટક્કર આપવા માટે એરટેલે આ નવા પાંચ પેકેજ માર્કેટમાં મૂકયા છે.

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ રિચાર્જ પેક ફસ્ટ રિચાર્જ પેક છે. એટલે કે, માત્ર નવા યુઝર્સને જ આ સ્કિમનો ફાયદો મળી રહેશે. ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર ૧૭૮ રૃપિયાના પેક પર ગ્રાહકોને ૧ જીબી ૪જી ડેટા દરરોજ મળી રહેશે. જેની વેલિડિટી ૨૮ દિવસ સુધીની રહેશે. કુલ ૨૮ દિવસ દરમિયાન ગ્રાહકને ૨૮ જીબી ડેટા મળી રહેશે. આ ઉપરાંત આ પેકમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ સાથે ૧૦૦ SMS પણ ફ્રી મળી રહે છે.

જયારે ૨૨૯ના રીચાર્જ પર ૧.૪ જીબી ડેટા ૨૮ દિવસ સુધી મળી રહેશે. જેમાં દરરોજ ૧.૪ જીબી ડેટા મળી રહેશે. એટલે ગ્રાહકોને કુલ ૨૮ દિવસ સુધી ૩૯.૨ જીબી ડેટા મળી રહેશે. જયારે ૩૪૪ના પ્લાનમાં ૨ જીબી ડેટા અને ૪૯૫ના પ્લાનમાં દરરોજનો ૧.૪ જીબી ડેટા મળી રહે છે. ૩૪૪ના પ્લામાં કુલ ૫૬ જીબી જયારે ૪૯૫ના પ્લાનમાં કુલ ૧૧૭.૬ જીબી ડેટા મળે છે. ૩૪૪દ્ગક્ન પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની જયારે ૪૯૫ના પ્લાનની વેલિડિટી ૮૪ દિવસની રહેશે.

૫૫૯ રૃપિયાના પ્રિપેડ એરટેલ પેક જે ૯૦ દિવસની વેલિડિટી સાથે આવે છે આ રિચાર્જ પેકમાં ૧.૪ જીબી ૪ જીની સ્પીડ પર ઈન્ટરનેટ ડેટા મળી રહે છે. એટલે કે કુલ ૧૨૬ જીબી ડેટા દરરોજ મળી રહેશે. આ તમામ પેકમાં અનલિમિટેડ લોકલ તથા એસટીડી તથા નેશનલ રોમિંગની પણ સુવિધા છે. આ ઉપરાંત દરરોજ ૧૦૦ એસએમએસ ફ્રીમાં મળી રહ્યા છે.(૨૧.૯)

(11:40 am IST)