Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ટેકાના ભાવથી ઓછા ભાવ મળશે તો કેન્દ્ર ચુકવશે

ખેડૂતોને ખરીફના ૧૪ પાકોને સમર્થન મૂલ્ય આપવા સરકાર કટીબદ્ધ

નવી દિલ્હી, તા. ૬ : ખેડૂતોને ખરીફના ૧૪ પાકોને દોઢ ગણુ સમર્થન મૂલ્ય નિશ્ચિત કરાવવા માટે સરકારે કમરકસી લીધી છે.

રાજ્યોને કહેવાયું છે કે જો કયાંય પણ ખેડૂતોને એમએસપીથી ઓછા ભાવ મળે તો તેણે તેની ભરપાઈ તરત કરવી, પછી આ રકમ કેન્દ્ર રાજ્યોને ચુકવી આપશે. કૃષિ મંત્રાલયના સુત્રોએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે રાજ્યોએ આ પ્રાઈસ સપોર્ટ સ્કીમ ઉપર કામ શરૂ કરી દીધું છે. તેમણે કેન્દ્રને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. આમા કર્ણાટક, તેલંગાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઓરિસ્સા તથા ગુજરાત સામેલ છે પણ બાકીના રાજ્યોએ હજી સુધી શરૂઆત નથી કરી.

કૃષિ પ્રધાન રાધામોહન સિંહે મુખ્યમંત્રીઓને તથા કૃષિ સચિવે મુખ્ય સચિવોને અલગ અલગ પત્ર લખીને આ યોજના ચાલુ કરવાનું કહ્યું છે. રાજ્યોને કહેવાયુ છે કે જો ખેડૂતોને એમએસપીથી ઓછા ભાવ મળે તો તેમણે પોતાની એજન્સીઓ દ્વારા બાકીની રકમ ચુકવી આપવી. પછી તે રકમ ચુકવવા માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલી આપે. કૃષિ મંત્રાલયે નાફેડને આના માટેની નોડલ એજન્સી બનાવી છે. જે રાજ્યોના દાવાઓનું નિરાકરણ લાવશે. મંત્રાલયને આશા છે કે બીજા રાજ્યો પણ આ દિશામાં આગળ વધશે.

(11:30 am IST)