Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીમાં હોલી નેઇમ મેડીકલ સેન્‍ટરના ઉપક્રમે ઇન્‍ડિયન મેડીકલ પ્રોગ્રામ સાથે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સાધુવાસવાણી સેન્‍ટર કેરાલા સમાજમ તથા સિનીઅર ફ્રેન્‍ડસ ઓફ ન્‍યુજર્સીના સહયોગ સાથે કરાયેલી ઉજવણી અંતર્ગત હેલ્‍થ કેમ્‍પનું આયોજન કરાયું: સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં હોલીનેઇમ મેડીકલ સેન્‍ટરના ઇન્‍ડિયન મેડીકલ પ્રોગ્રામ અંતર્ગત અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો બીજો વાર્ષિક દિવાળી ઉત્‍સવ ૧૩ ઓકટો.૨૦૧૮ના રોજ ઉજવાઇ ગયો.

સાધુવાસવાણી સેન્‍ટર કેરાલા સમાજમ તથા સિનીયર ફ્રેન્‍ડસ ઓફ ન્‍યુજર્સીના સહયોગ સાથે કરાયેલી ઉજવણી દરમિયાન હેલ્‍થકેમ્‍પનું આયોજન કરાયું હતું.જેનો ૨૦૦ કોમ્‍યુનીટી મેમ્‍બર્સએ લાભ લીધો હતો. જેમના આરોગ્‍યની ચકાસણી તથા નિદાન કરી અપાયા હતા. જેમાં ભાષાનો કોઇ પ્રશ્ન નડયો નહોતો. કારણકે અનેક સાઉથ એશિઅન ફીઝીશીઅન્‍શ, સ્‍ટાફ તથા વોલન્‍ટીઅર્સએ હેલ્‍થ કેમ્‍પમાં સેવાઓ આપી હતી.

આ તકે સાંસ્‍કૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા. તેવું સુશ્રી રેખા નંદવાણીની યાદી જણાવે છે.

(10:09 pm IST)