Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

છત્તીસગઢના કોંગ્રેસના બહુચર્ચિત નેતા રાહુલ દાણી ઉપર જીવલેણ હુમલો : જીભ કાપી લીધી

ભિલાહી : છત્તીસગઢની સાજા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચૌબેના ટેકામાં યોજાયેલ જાહેર સભામાં ભાષણ  આપનાર દુર્ગ યુવા કોંગ્રેસના ચર્ચાસ્પદ નેતા રાહુલ દાણી ઉપર જીવલેણ હુમલો થયો છે : હુમલાખોરોએ રાહુલની જીભ સાથે તેના હોઠ પણ કાપી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા છે : રાહુલને અન્ય ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડેલ છે : હુમલાખોરો જીભ કાપ્યા પછી વારંવાર કહેતા હતા કે તમને ભાષણ કરવાનો બહુ શોખ છે ને હવે કરજે : કોંગ્રેસ નેતા નાક, હોઠ અને કાન  પણ કાપી લેવામાં આવ્યા છે : તેનો આખો ચહેરો બદસુરત બનાવી દેવાયો છે

(12:00 am IST)