Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો :ઓલરાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસ T20 વર્લ્ડ કપમાંથી બહાર

ડ્વેન પ્રિટોરિયસને ડાબા અંગૂઠામાં ઈજા થઈ છે, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.

મુંબઈ :T20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઘણી ટીમો ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે, દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ઓલરાઉન્ડર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ડ્વેન પ્રિટોરિયસ ઈજાના કારણે ભારત સામેની શ્રેણી અને T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ગુરુવારે આ માહિતી આપી હતી. ડ્વેન પ્રિટોરિયસને ડાબા અંગૂઠામાં ઈજા થઈ છે, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. 33 વર્ષીય ડ્વેન પ્રિટોરિયસ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે મહત્વનો ખેલાડી છે અને છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.

તે ભારત સામે રમાઈ રહેલી ODI શ્રેણીનો પણ ભાગ હતો, પરંતુ હવે તે ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે, દક્ષિણ આફ્રિકાએ હજુ તેના સ્થાને કોણ રમશે તેની જાહેરાત કરી નથી.

ડ્વેન પ્રિટોરિયસ  છેલ્લા T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાંથી એક હતો. વર્ષ 2022માં તેણે કુલ 8 ટી20 મેચ રમી જેમાં 12 વિકેટ તેના નામે છે. વિકેટની સાથે, તે તેની ટીમ માટે નીચલા ક્રમમાં ઝડપી રન મેળવવામાં સફળ રહે છે.

ભારત વિરૂદ્ધ રમાયેલી ઈન્દોર ટી20 મેચમાં ડ્વેનને ઈજા થઈ હતી. T20 વર્લ્ડ કપ પહેલા આફ્રિકાને આ બીજો મોટો આંચકો છે, ગયા મહિને આફ્રિકાનો રસી વાન ડેર ડુસેન આંગળીમાં ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો.

T20 વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, હેનરિક ક્લાસેન, રીઝા હેન્ડ્રીક્સ, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્સિયા, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, રિલે રોસો, રિલે રોસો, , ટી. સ્ટબ્સ

રિઝર્વ ખેલાડીઓ: બોર્ન ફોર્ટ્યુન, માર્કો જેન્સન અને એન્ડીલે ફેહલુકવાયો

(11:19 pm IST)