Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અંબાણી પરિવારને જાનથી મારવાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ

મુંબઇ પોલીસે દરભંગામાંથી ઝડપ્‍યો

મુંબઇ તા. ૬ : મુંબઈમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશનની હોસ્‍પિટલમાં બોમ્‍બથી ઉડાવી દેવાની અને અંબાણી પરિવારના સભ્‍યોને મારી નાખવાની ધમકી આપનાર વ્‍યક્‍તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ધમકીના સંદર્ભમાં મુંબઈ પોલીસે દરભંગામાંથી એક આરોપીની અટકાયત કરી છે. તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. રિલાયન્‍સના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે બુધવારે બપોરે અને સાંજે સર એચએન રિલાયન્‍સ ફાઉન્‍ડેશન હોસ્‍પિટલના કોલ સેન્‍ટર પર બે વાર ફોન કરીને ધમકી મળી હતી.

ધમકીના સંદર્ભમાં મુંબઈ પોલીસે દરભંગામાંથી એક આરોપીની અટકાયત કરી છે. તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. રિલાયન્‍સના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે બુધવારે બપોરે અને સાંજે સર એચએન રિલાયન્‍સ ફાઉન્‍ડેશન હોસ્‍પિટલના કોલ સેન્‍ટર પર બે વાર ફોન કરીને ધમકી મળી હતી. આરોપીઓએ લેન્‍ડલાઈન ફોન નંબર પર મુકેશ, નીતા, આકાશ અને અનંત અંબાણીને હોસ્‍પિટલને બોમ્‍બથી ઉડાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે શંકાસ્‍પદ આરોપી બુધવારે મધરાતે ઝડપાયો હતો. આરોપીઓએ દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ નિવાસસ્‍થાન એન્‍ટેલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

હોસ્‍પિટલના લેન્‍ડલાઈન નંબર પર આ ધમકીભર્યો કોલ આવ્‍યો હતો, જેના પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુંબઈ પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે ધમકીભર્યો ફોન સવારે ૧૨.૫૭ વાગ્‍યે અજાણ્‍યા નંબર પરથી આવ્‍યો હતો. ધમકી આપનાર વ્‍યક્‍તિએ અંબાણી પરિવારના નામે પણ ધમકીઓ આપી હતી. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ડીબી માર્ગ પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધવામાં આવ્‍યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ વર્ષે ઓગસ્‍ટમાં એક જવેલરને હોસ્‍પિટલમાં ફોન કરીને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્‍યોને મારી નાખવાની ધમકી આપ્‍યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

(4:24 pm IST)