Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જીએસટી સ્‍ક્રૂટિની : રિટર્ન ભરવામાં નાની સરખી પણ ભૂલ કરનારને SGST ની નોટીસ

સ્‍ટેટ જીએસટીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના રિટર્નની સ્‍ક્રૂટિની કરતા કરદાતાઓ પર તવાઇ

મુંબઇ તા. ૬ : સ્‍ટેટ જીએસટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧દ્ગક્ર કેસોની સ્‍ક્રૂટિની શરૂ કરવામાં આવી છે. જેમાં ડિપાર્ટમેન્‍ટ દ્વારા મોટી સંખ્‍યામાં વેપારીઓને નોટિસ મોકલવામાં આવી છે. જે લોકોના રિટર્નમાં મિસમેચ હોય અથવા આઇટીસી વધારે ક્‍લેઇમ કરી હોય અથવા ખોટી માહિતીઓ આપી હોય અથવા ભૂલથી ખોટી એન્‍ટ્રીઓ થઇ ગઇ હોય તેવા વેપારીઓને આ નોટિસો મળી રહી છે.

જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સ્‍ટેટ જીએસટી વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે રિટર્ન સ્‍ક્રૂટિનીની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ડિપાર્ટમેન્‍ટને કેટલાક વેપારીઓના જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીના રિટર્નમાં મિસમેચ થાય છે. કેટલાક વેપારીઓએ આઇટીસી ખોટી રીતે ક્‍લેઇમ કર્યા છે તેવી આશંકા પણ વિભાગને થઇ રહી છે અને અમુક કેસોમાં વેપારીઓએ અન્‍ય પ્રકારની ગેરરીતિઓ કરી હોવાનું બહાર આવતા વિભાગ દ્વારા મોટી સંખ્‍યામાં વેપારીઓને નોટિસો મોકલી જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કેટલાક કેસોમાં ઓડિટ રિપોર્ટથી અલગ માહિતી હોય તેમાં પણ નોટિસો મોકવામાં આવી રહી છે. દિવાળી ટાળે એસજીએટી વિભાગની નોટિસો મળતા વેપારીઓ અને સીએ પરેશાન થઇ ગયા છે. સીએનું કહેવું છે કે પાછલા વર્ષોના કેસોમાં સ્‍ક્રૂટિની શરૂ કરવામાં આવી છે તેની કરતા ઓડિટ એસેસમેન્‍ટ કરીને કાર્યવાહી પૂરી કરવી જોઇએ.(૨૧.૭)

મોટી સંખ્‍યામાં વેપારીઓને નોટિસ

સ્‍ટેટ જીએસટી વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વેપારીઓના જીએસટીઆર રિટર્નની સ્‍ક્રૂટિની શરૂ કરવામાં આવી છે. જેમાં ડિપાર્ટમેન્‍ટ દ્વારા જે રિટર્નમાં દર્શાવેલી માહિતીઓ પર શક છે તેના અંગે વેપારીઓને નોટિસો મોકલી જવાબ માંગવામાં આવી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્‍યામાં વેપારીઓને નોટિસો મળી રહી છે.

દિવાળી ટાણે વેપારીઓ માટે પરેશાની

સ્‍ટેટ જીએસટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના કેસોમાં રિટર્ન સ્‍ક્રૂટિનીની નોટિસો મોકલવામાં આવી રહી છે. દિવાળી ટાણે નોટિસો મળતા વેપારીઓની પરેશાની વધશે.હિસાબી વર્ષ પુરુ થઇ ગયુ હોવાથી ઓડિટ એસેસમેન્‍ટ કરીને કેસ સંપૂર્ણ કરવો જોઇએ કારણે કે રિટર્ન એસેસમેન્‍ટ પછી ઓડિટ એસેસમેન્‍ટની તલવાર લટકતી રહે છે.

(11:46 am IST)