Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

૧૯ વર્ષની છોકરીએ આપ્‍યો બે જોડિયા બાળકોને જન્‍મઃ બંનેના પિતા છે અલગ

યુવતીનું એક જ સમયે બંને પુરૂષો સાથે અફેર હતુ

પણજી,તા. ૬ : આજના સમયમાં એવા અનેક કિસ્‍સો સામે આવ્‍યા છે જેના વિશે સાંભળીને આપણને નવાઇ લાગે છે. હવે અમે તમને જે કિસ્‍સો જણાવવા જઈ રહ્યા છીએ તે પણ ચોંકાવનારો છે. તમને જણાવી દઈએ કે, એક ૧૯ વર્ષની છોકરીએ જોડિયા બાળકોને જન્‍મ આપ્‍યો છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આ બંને બાળકોના પિતા અલગ-અલગ છે. તમને વિશ્વાસ નહિ થાય પરંતુ તે સત્‍ય છે. યુવતીનું એક જ સમયે બંને પુરૂષો સાથે અફેર હતું, બે અલગ-અલગ પુરૂષોથી એકસાથે ગર્ભવતી થયાની ઘટનાઓ ખુબ ઓછી બને છે. આ મામલો ગોવાનો છે. અહીંના મિનેરોસ શહેરમાં એક યુવતીએ જોડિયા બાળકોને જન્‍મ આપ્‍યો છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે માતાએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું કે જયારે બંને બાળકો ૮ મહિનાના થઈ ગયા ત્‍યારે બંનેનો ડીએનએ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. તપાસના પરિણામો ચોંકાવનારા હતા. આ વ્‍યક્‍તિ બંને બાળકોનો પિતા હોવાનું માનવામાં આવતું હતું, તે હકીકતમાં માત્ર એક જ બાળકનો પિતા હતો. બીજા બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્‍યો છે. મહિલાએ આગળ જણાવ્‍યું કે , ‘મને યાદ આવ્‍યું કે તે જ સમયે મારું અન્‍ય એક પુરુષ સાથે પણ અફેર થયું હતું. તે માણસના ડીએનએ બીજા બાળકના ડીએનએ સાથે મેળ ખાય છે. આ પરિણામો જોઈને હું ચોંકી ગઈ હતી. મને ખબર નહોતી કે આવું પણ થઇ શકે છે.' જો કે બંને બાળકો એકદમ સરખા જ દેખાય છે.

જણાવી દઇએ કે છોકરી બંને બાળકોની સંભાળ રાખે છે. તે બંને બાળકોને ઉછેરવામાં ઘણી મદદ કરે છે. આ મામલામાં એબનોર્મલ ગર્ભાવસ્‍થા પર સંશોધન કરી રહેલા ડોક્‍ટર તુલિયો જોર્જ ફ્રાન્‍કોએ કહ્યું કે અત્‍યાર સુધી વિશ્વભરમાં તેવા માત્ર ૨૦ જ કેસ નોંધાયા છે જેમાં જોડિયા બાળકોના પિતા અલગ છે.

(10:38 am IST)