Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હરિયાણાના યમુનાનગરમાં રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર તૂટી પડતાં 15થી વધુ લોકો દાઝ્યાં

અચાનક સળગતું પૂતળું ભીડ પર તૂટી પડતાં લોકોમાં નાસભાગ મચી

નવી દિલ્હી : આજે વિજયાદશમીએ સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હરિયાણાના યુમુનાનગરમાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી રાવણ દહન દરમિયાન રાવણનું પૂતળું લોકોની ભીડ પર પડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રાવણનું પૂતળું પડવાના કારણે 15 લોકો ઘાયલ થયા હતા

એએનઆઈએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે. યમુનાનગરમાં દશેરાના દિવસે મોડી સાંજે રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાને આગ ચાંપી દેવામાં આવી હતી. અચાનક જ રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર પડ્યું. રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અચાનક સળગતું પૂતળું ભીડ પર તૂટી પડતાં લોકોમાં નાસભાગ મચી હતી અને આ દરમિયાન 15થી વધુ લોકો દાઝી ગયા હતા. . 

(9:52 pm IST)