Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદી પહેલીવાર આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં ભાગ લેવા હિમાચલ પ્રદેશના કુલ્લુ પહોંચ્યા

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી પહેલીવાર આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં ભાગ લેવા હિમાચલ પ્રદેશના કુલ્લુ પહોંચ્યા હતા. આ પહેલા પીએમએ બિલાસપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉની સરકારો પરિયોજનાઓનો શિલાન્યાસ કરતી હતી અને ચૂંટણી પછી તેને પૂર્ણ કરવાનું ભૂલી જતી હતી, પરંતુ વર્તમાન સરકાર શિલાન્યાસ કરે છે અને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરે છે.

  એઈમ્સ અને હાઈડ્રો ઈજનેરી કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ લુહનુ મેદાનમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હિમાચલ દેશભરમાં રાષ્ટ્ર રક્ષાના વીરો માટે જાણીતું છે, એ જ હિમાચલ હવે એઈમ્સ (બિલાસપુર) પછી, જીવન રક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

  હિમાચલ પ્રદેશમાં વિકાસનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે આ શક્ય બન્યું કારણ કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપ સત્તામાં છે

   પીએમએ કહ્યું કે હિમાચલ એ તકોનું રાજ્ય છે, અહીં વીજળી ઉત્પન્ન થાય છે, ફળો અને શાકભાજી માટે ફળદ્રુપ જમીન અને અનંત રોજગારીની તકો આપતું પ્રવાસન અહીં છે.

 

(9:22 pm IST)