Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમેરિકા : માઇગ્રન્ટ લોકો માટે વિઝાને લઇને સમસ્યા

હેલ્થકેર માટે નાણાં ન ચુકવનાર પર તવાઈ : અમેરિકામાં પ્રવેશનાર ઇમિગ્રન્ટ લોકો હેલ્થકેર વ્યવસ્થા ખોરવી શકશે નહીં : માઇગ્રન્ટ લોકોના વિઝા ઉપર તવાઈ

નવી દિલ્હી, તા. ૬ :અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર ખુબ કઠોર નિર્ણયની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્રએ હવે એવા ઇમિગ્રન્ટને વિઝા નહીં આપવાનો નિર્ણય કરી લીધો છે  જે હેલ્થકેર માટે નાણાં ચુકવી શકવાની સ્થિતિમાં નથી અથવા તો હેલ્થકેર ઇન્સ્યોરન્સને લઇને ઉદાસીનતા ધરાવે છે. મેડિકલ ખર્ચ માટે ચુકવણી કરવા માટે તૈયાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકામાં કાયમી નિવાસી બની ચુકેલા લોકો માટે આ પ્રકારના નિયમો લાગૂ પડશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવેસરની હિલચાલ આવી ચુકી છે. ટ્રમ્પે કાયદેસરના ઇમિગ્રેશનને લઇને સ્પષ્ટ વાત કરી છે. ત્રીજી નવેમ્બરથી અમલી બને તે રીતે જારી કરવામાં આવેલા આદેશમાં ટ્રમ્પે એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ સૂચના આપી છે.

          કાઉન્સ્યુલરના અધિકારીઓને એવા ઇમિગ્રન્ટને રોકવા માટે કહી દેવામાં આવ્યું છે જે અમેરિકામાં રહેવા માટે ઇચ્છુક છે પરંતુ હેલ્થકેર અથવા હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને લાપરવાહી દર્શાવી રહ્યા છે. હેલ્થ ઇન્સ્યોરન્સને પૂરવાર કરવામાં નિષ્ફળ રહેલા લોકોને મુશ્કેલી થનાર છે. જરૂરી મેડિકલ ખર્ચાઓ માટે ચુકવણી કરવા ફાઈનાન્સિયલ સંશાધનો માટે નાણા ધરાવે છે તેવી બાબત પુરવાર કરવાની રહેશે. ટ્રમ્પે આ હિલચાલને યોગ્ય ગણાવીને કહ્યું છે કે, કાયદેસરના ઇમિગ્રન્ટ લોકોની સંખ્યા કરવાના હેતુસર આ હિલચાલ ચાલી રહી છે. અમેરિકી નાગરિકો પણ હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને ઉદાસીનતા દાખવી રહ્યા છે. અમેરિકામાં કરદાતાઓ અને હોસ્પિટલો પર વધી રહેલા બોજની નોંધ લેવામાં આવી છે. અમેરિકી સરકાર દ્વારા આ પ્રકારની હિલચાલ હાથ ધરીને હજારો એવા લોકોની સમસ્યા વધારી દેનાર છે જે તેમના હેલ્થકેર ખર્ચને લઇને ચુકવણી કરવાની અસમર્થતા દર્શાવી રહ્યા છે.

        ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકામાં પ્રવેશ કરી ચુકેલા ઇમિગ્રન્ટ લોકોને વધારે હેલ્થકેર સિસ્ટમનો લાભ લેવા માટે તક આપવામાં આવશે નહીં. વ્હાઇટ હાઉસના અધિકારીના કહેવા મુજબ આ પોલિસીથી શરણાર્થી લોકોને અથવા તો આશ્રય લઇ ચુકેલા લોકોને અથવા તો અમેરિકામાં કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લાગૂ થશે નહીં. એક વખતે પોલિસી અમલી બન્યા બાદ લોકોને વધારે મુશ્કેલ પડનાર છે. ઇમિગ્રન્ટ વિઝા મેળવવા ઇચ્છુક લોકોને કાઉસ્યુલર ઓફિસરોના પ્રશ્નોનો સામનો કરવો પડશે. હેલ્થ ઇન્સ્યોરન્સ ૩૦ દિવસની અંદર કઇ રીતે લેવામાં આવશે તેવા પ્રશ્નો કરવામાં આવશે. આના માટે પુરાવા પણ રજૂ કરવા પડશે. જો કોઇપણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં અથવા તો સંતોષ આપવામાં નિષ્ફળ રહેશે તો તેમના વિઝા રદ કરવામાં આવશે.

 

(8:06 pm IST)