Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

બિગ બોસ પર અશ્લિલતા ફેલાવાનો આરોપ: રાશન એકત્ર કરવા એપિસોડથી વિવાદ : શો ને બંધ કરવા કેન્દ્રીય મંત્રીને પાઠવ્યો પત્ર

શની જૂની પરંપરાગત, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને ટાંકીને વિરોધ

મુંબઈ : બિગ બોસ 13 ને તેના પહેલા એપિસોડથી જ શોમાં અશ્લીલતાના આક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ આ શોનો ઘણો વિરોધ થઈ રહ્યો છે.પ્રથમ એપિસોડમાં, આ વિરોધ ઘરના લોકોને રાશન એકત્રિત કરવા માટે આપવામાં આવતા કાર્યને કારણે થઈ રહ્યું છે.

    બિગ બોસના વિરોધમાં ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. કેટે પ્રકાશ જાવડેકરને કલર્સ ટીવી પર ચાલી રહેલા શોને તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. કેટ કહે છે કે સીરિયલમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બિગ બોસથી આપણા દેશની જૂની પરંપરાગત, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો છીનવાઇ રહી છે. ટીઆરપી અને નફાની લાલસામાં બિગ બોસ દ્વારા સામાજિક સંવાદિતાને કલંકિત કરવામાં આવી રહી છે. ભારત જેવા વૈવિધ્યસભર સંસ્કૃતિવાળા દેશમાં આવા કૃત્યોની મંજૂરી આપી શકાતી નથી.

   ટ્વિટર પર આ શોનો વિરોધ કરી રહેલા એક શખ્સે જણાવ્યું હતું કે આ શોનાં સહારે આવા વાળી જનરેશનને દેશનું કલ્ચર અને સંસ્કૃતિની ઉચ્ચ શિક્ષા આપી રહી છે કેટલાક લોકોનું એ પણ કહેવું હતુ. કે બિગ બોસઓ એક બિલકુલ એન્ટરટ્નિંગ નથી અને ના તો આ શોનાં સહારે કોઈ પોઝીટીવ મેસેજ આપાવામાં આવી શકાય છે. આ શો દરમ્યાન ફક્ત દેશનાં કલ્ચરને ખરાબ કરાવની કોશીશ કરવામાં આવી રહી છે.

(7:25 pm IST)