Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

મુંબઇના આરે કોલોનીમાં ધરપકડ થયેલ 29 લોકો જામીનમુક્ત :વૃક્ષો કાપવાનો કરી રહ્યા હતા વિરોધ

આરે કોલોનીમાં ઝાડ કાપવા પર રાજનીતીમાં ગરમાવો

મુંબઇના આરે કોલોનીમાં શનિવારે ધરપકડ કરાયેલા 29 લોકોને જામીન પર છોડવામાં આવ્યા છે. તેમણે વૃક્ષો કાપવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. જે બાદ તેમની અટકાયત કરાઇ હતી. જ્યારે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

વિદ્યાર્થિઓના એક પ્રતિનિધિ મંડળે આરેમાં વૃક્ષો કાપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ચીફ જસ્ટીસને પોતાનો વિશેષાધિકાર ઉપયોગમાં લઈને તરત સુનાવણી કરવા અને વૃક્ષો કાપવા પર રોક લગાવવા માટે અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, ગઈકાલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 29 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી તેઓને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની પણ ગઈ કાલે અટકાયત કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરે અને સીએમ દેવેન્દ્ર ફડણવીસને આ મામલે પણ અપીલ કરવામાં આવી હતી.

ત્યારે મુંબઇમાં આરે કોલોનીમાં ઝાડ કાપવા પર રાજનીતીમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને શિવસેના બાદ હવે દલિત નેતા પ્રકાશ આંબેડકર પણ તેમા કુદી પડ્યા છે. રવિવારે પોલીસે દલિત નેતા પ્રકાશ આંબેડકરની પણ ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેમને પણ છોડવામાં આવ્યા.હતા 

(6:28 pm IST)