Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

મુંબઈની જાણીતી ફાઉન્ટન હોટલ પર બબાલ: પાર્કિંગ મામલે વિવાદ :ગાડીઓના કાચ તૂટ્યા: ભાગદોડ મચી

હોટલ રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં કાર પાર્કિંગને લઈને વિવાદ થતા મામલો બિચકયો

મુબઈની જાણીતી ઠાણે પાસે આવેલી ફાઉમ્ટેન હોટલમાં શનિવારે રાતે બબાલ મચી જવા પામી હતી, જેમાં હોટલ રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં કાર પાર્કિંગને લઈને વિવાદ ઉભો થયો હતો. આ વિવાદને લઈને ઝગડો એટલી હદે વધી ગયો હતો કે આસપાસના ગામમાંથી ઝુંડ આવ્યું અને ફાઉન્ટેન હોટલમાં તોડફોડ શરૂ કરી દાધી હતી.

  આ દરમિયાન ઘણા પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી. તેમાં પણ શનિવારની રાત હોવાથી હોટલમાં લોકોની ખૂબ ભીડ હતી, જેના લીધે લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનીક પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી.

(6:04 pm IST)