Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર અભિનંદન મિરાજ 2000ની ટીમને સન્માનિત કરશે

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રનઅને મિરાજ 2000ની 9 સ્ક્વૉડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશંસા પત્રથી સન્માનિત કરશે. આ ત્રણેય યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે.

અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા

73માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે સરકારે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર વાયુ સૈનિકો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી હતી. વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે એર સ્ટ્રાઈકના આગલા દિવસે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. વીર ચક્ર યુદ્ધ સમયમાં કરેલા સાહસ બદલ આપવામાં આવનાર ત્રીજું સૌથી મોટું સૈન્ય સન્માન છે. પ્રથમ નંબરે પરમવીર ચક્ર અને બીજા નંબરે મહાવીર ચક્ર છે. કાશ્મીરમાં પાક વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઈટર કન્ટ્રોલરની જવાબદારી સંભાળનાર સ્ક્વાડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ વખતે વીરતા પુરસ્કાર મેળવનારાઓમાં મિંટી એક માત્ર મહિલા હતી.

મિરાજના પાયલટને મળી ચૂક્યું છે વાયુસેના મેડલ

આ સિવાય 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તોડી પાડવામાં સામેલ મિરાજ 2000ના પાયલટને વાયુસેના મેડલ આપવામાં આવ્યું હતું. મિરાજની 9 સ્ક્વાડ્રનના પાંચ પાયલટ વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વાડ્રન લીડર રાહુલ બાસોયા, પંકજ ભુજાદે, બીકેએન રેડ્ડી અને શશાંક સિંહ છે. તેમણે જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર ઈઝરાયમાં બન્ને સ્પાઈસ બોમ્બ વરસાવ્યા હતા. આ દરમિયાન લગભગ 300 આતંકી માર્યા ગયા હતા.

(3:22 pm IST)