Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ભાજપ નેતાઓ જણાવે ગોડસે દેશભક્ત હતા કે નહિ : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની અપેક્ષા

ગ્વાવલિયરઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે શનિવારે નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભાજપના લોકો(મોદી અને શાહ) એ સ્પષ્ટ કરવું જોઈએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા કે નહિ ?

દિગ્વિજયે કહ્યું કે ભાજપના નેતાઓ ગાંધીની જે વિચારધારાની વાત કરે છે, તે સત્યતાથી બિલકુલ પર છે. ભાજપ નેતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર સંકલ્પ યાત્રા વિશે વાત કરે છે. તેમણે દેશને ગોડસેની રાષ્ટ્રભક્તિ વિશે પણ જણાવવું જોઈએ.

જનસંઘમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું હતું

દિગ્વિજયે ખુલાસો કર્યો કે રાષ્ટ્રીય સ્વયસંવેક સંઘ(આરએસએસ)ના વિચારક કુશાભાઉ ઠાકરે અને રાજમાતા વિજયરાજે સિંધિયાએ મને 1970-71માં જન સંઘમાં સામેલ થવા માટે કહ્યું હતું. જોકે મેં તેમનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, કારણ કે હું મહાત્મા ગાંધીને માનું છું.

ભાજપના લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે

રાજયસભા સાંસદ દિગ્વિજયે કહ્યું ભાજપ પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી ગણાવે છે અને કહે છે કે તે પાકિસ્તાનની સામે લડી રહી છે. આ કેવો રાષ્ટ્રવાદ છે કે તેમના લોકો જ રૂપિયા લઈને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરે છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે ભાજપ અને બજરંગ દળના કેટલાક લોકો આઈએસઆઈની જાસૂસી કરતા પકડાયા પણ હતા. આ લોકો હાલ જામીન પર બહાર ફરી રહ્યાં છે, પરંતુ તેમની પર કેસ હાલ પણ ચાલી રહ્યો છે.

ઈન્દોરમાં પૂછ્યું હતું- તમારું ગાંધી, ગોડસે કે ગોવલકર દર્શન ?

દિગ્વિજય સિંહે 2 ઓક્ટોબરે ઈન્દોરમાં કહ્યું કે એ અજીબ વાત છે કે જે વિચારધારાએ મહાત્મા ગાંધીની હત્યા કરી તેનો પોતાના કાર્યકર્તાઓને સંદેશ છે કે એક મહીના સુધીમાં દરેક પંચાયતમાં પદયાત્રા કરો. તમે ત્યાં કયું દર્શન લોકોની સમક્ષ મૂકશો, ગાંધી દર્શન રાખશો કે ગોડસે કે ગોવલકર દર્શન ?

હિન્દૂ કટ્ટરપંથ દેશ માટે ખતરનાક

તેમણે હિન્દૂના કટ્ટરપંથને દેશ માટે ઘાતક ગણાવ્યોહતો. દિગ્વિજયે કહ્યું હતું કે અમે યુએનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું ભાષણ સાંભળ્યું હતું, તે કટ્ટરપંથી ઈસ્લામની વાત કરી રહ્યો હતો. ત્યાં વધુ વસ્તી ધરાવતા(મુસ્લિમ)નું સંાપ્રદાયિકરણ થયું છે. તેના જવાબમાં ભારતમાં હિન્દુઓનું કટ્ટરપંથીકરણ કરવું તે પણ એટલું જ ખતરના છે.

(3:21 pm IST)