Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

હરિયાણા અને મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચૂંટણી, પાર્ટીમાં આંતરિક વિવાદ વચ્ચે રાહુલ ગાંધી બેંગકોક ગયા ?

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. આવામાં  એવા અહેવાલો આવી રહ્યાં છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેંગકોક જતા રહ્યાં છે. રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચાર એટલા માટે પણ મહત્વના ગણવામાં આવી રહ્યાં છે કારણ કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ટાણે પાર્ટી ભયંકર આંતરિક વિખવાદ સામે ઝઝૂમી રહી છે. હરિયાણામાં હાલમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે પક્ષમાંથી પાર્ટી રાજીનામું આપી દીધુ છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ દિગ્ગજ પાર્ટી નેતા સંજય નિરૂપમે બળવાના સૂર રેલાવ્યાં છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી શનિવારે બેંગકોક જવા માટે રવાના થઈ ગયાં અને 10 ઓક્ટોબર સુધીમાં પાછા ફરશે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી કયા કારણે બેંગકોક ગયા છે. બે સપ્તાહ બાદ બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે અને કોંગ્રેસ આંતરિક વિખવાદમાં સપડાઈ છે. આવામાં રાહુલ ગાંધીના બેંગકોક જવા પર સવાલ ઉઠી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધી શનિવારે સાંજે નવી દિલ્હીથી રવાના થયા હતાં.

પાર્ટી તરફથી હજુ અંગે કશું જણાવવામાં આવ્યું નથી. હરિયાણાની 90 બેઠકો અને મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. બંને રાજ્યોના પરિણામો 24 ઓક્ટોબરે આવશે.

અગાઉ 2015માં પણ રાહુલ ગાંધીના બેંગકોક જવા પર સવાલ ઉઠ્યા હતાં. ખાસ વાત છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે. પરંતુ બંને રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં તેઓ રીતે બધુ મૂકીને જતા રહ્યા છે. બાજુ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કરી છે કે શું તમે પણ પરેશાન છો કે બેંગકોક કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે. બાજુ હરિયાણા ભાજપના નેતા જવાહર યાદવે ટ્વીટ કરીને કહ્યું કે અહેમદ પટેલ સાહેબ કાલે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પૂછી રહ્યાં હતાં કે પાર્ટી ગઈ ક્યાં? આજે ખબર પડી કે પાર્ટી બેંગકોક ગઈ છે.

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઉમેદવારોના નોમિનેશન થઈ ગયા છે. 21 ઓક્ટોબરે બંને રાજ્યોમાં મતદાન થશે. 24 ઓક્ટોબરે પરિણામ આવશે અને બંને રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ પરસ્પર ભીડી ગયા છે.

હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે શનિવારે પાર્ટીથી રાજીનામું આપી દીધુ. તંવર ગત મહિને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવાયા બાદથી નારાજ હતાં. આથી સપ્તાહે તેમણે પોતાના સમર્થકો સાથે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન બહાર ધરણા ધર્યા હતાં. તેમણે પાર્ટી પર ચૂંટણીમાં બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સામાન્ય કાર્યકર્તાઓને અવગણવામાં આવ્યાં છે. તંવર પાર્ટીનો દલિત ચહેરો હતાં.

(11:19 am IST)