Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

''કન્ડીલ હીસ્ટ્રી પ્રાઇઝ'': ૨૦૧૯ માટેની યાદીમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન ઇતિહાસિવિદ શ્રી સુનિલ અમરીથ

યુ.એસ.: વિશ્વ પ્રસિધ્ધ હાર્વર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા ઇન્ડિયન અમેરિકન ઇતિહાસવિદ શ્રી સુનિલ અમરીથએ ૨૦૧૯ની સાલના ''કન્ડીલ હીસ્ટ્રી પ્રાઇઝ'' માટે પસંદ કરાયેલા ૮ ઇતિહાસકારોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેઓ આ અગાઉ ૨૦૧૭ની સાલમાં મેક આર્થર ફેલો તરીકે પસંદ થઇ ચૂકેલા છે.

શ્રી સુનિલએ એશિઆમાં વરસાદની અનિશ્ચિતતા નદીઓ, દરિયાકાંઠો, બંદરો વિગેરે બાબતો વિષે સંશોધન કરેલા છે.

ઉલ્લેખનીય છે કે કન્ડીલ પ્રાઇઝ વિજેતાને ૭૫ હજાર ડોલર તથા ર રનર્સ અપ દરેકને ૧૦ હજાર ડોલરનું પ્રાઇઝ આપવામાં આવે છે.

(10:14 pm IST)