Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ટાટા મોટર્સ દ્વારા ફેસ્ટિવલ સિઝન માટે ટિયાગો હેચબેકનું નવું સ્પેશ્યલ એડિશન લોન્ચ

નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતાં ટાટા મોટર્સે પોતાની ટિયાગો હેચબેકનું નવું સ્પેશિયલ એડિશન Wizz લોન્ચ કર્યું છે. Tiago Wizz ની દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત 5.40 લાખ રૂપિયા છે. Wizz, ટિયાગોના XZ વેરિએન્ટ પર બેસ્ડ છે. જોકે તેની કિંમત XZ કરતાં 10 હજાર વધુ છે. સ્ટાર્ડડ મોડલના મુકાબલે Tiago Wizz માં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે.

એક્સટીરિયર અને ઇંટીરિયરમાં કરવામાં આવ્યા ફેરફાર

Tiago Wizz ટાઇટેનિયમ ગ્રે કલર ઓપ્શનમાં આવી છે. ટાટા ટિયાગો Wizz લિમિટેડ એડિશન 10 નવા એક્સટીરિયર અને ઇંટીરિયર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. લિમિટેડ એડિશન Tiago Wizz હેચબેક 1.2 લીટર, 3 સિલિન્ડૅર રેવોટ્રોન પેટ્રોલ એન્જીનથી પાવર્ડ છે જે 85PS નો પાવર અને 114 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. ટાટા ટિયાગો Wizz બ્લેક કોન્ટ્રેસ્ટ રૂફ, કેન્યલ ઓરેન્જ ગ્રિલ ઇન્સર્ટ, હાઇપરસ્ટાઇલ વ્હીલ્સ, કેન્યન ઓરેન્જ ORVM અને ક્રોમ Wizz બેજિંગ સાથે લોન્ચ થઇ છે.

જાણો શું હશે ખાસ

ટિયાગોના લિમિટેડ એડિશનમાં કેન્યન ઓરેંજ ડેકો-સ્ટિચ સાથે ફૂલ ફેબ્રિક સીટ્સ, ગ્રેનાઇટ બ્લેક ઇનર ડોર હેન્ડલ, ટાઇટેનિયમ ગ્રે ગિયર શિફ્ટ બેજલ, ટાઇટેનિયમ ગ્રે એર વેંટ બેજલ, કૈન્યન ઓરેન્જ સાઇડ અને સેન્ટર એર વેન્ટ રિંગ જેવા નવા ઇંટીરિયર ફિચર્સ આપવામાં આવ્યા છે. ટાટા ટિયાગો Wizz ઓડિયો અને ફોન કંટ્રોલ સાથે મલ્ટીફંકશન સ્ટીયરિંગ વીઇલ આપવામાં આવી છે. લિમિટેડ એડિશનમાં 6.35 સેંટીમીટર સેગમેંટેડ ડ્રાઇવર ઇંફોર્મેશન સિસ્ટમ ડિસ્પ્લે અને ચાર સ્પીકર્સ સાથે Harman નું ConnectNext ઇંફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે.

જો ટાટા ટિયાગો Wizz ના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં immobilizer, ડ્રાઇવર અને કો-ડ્રાઇવર એરબેગ્સ, ઓવરસ્પીડ એલર્ટ, ડ્રાઇવર એન્ડ પેસેન્જર સીટ બેલ્ટ રીમાઇન્ડર, સ્પીડ ડેપેંડેંટ ઓટો ડોર લોક્સ, ફોલો મી હોમ લેપ્સ, રિયર પાર્કિંગ સેન્સર, EBD ની સાથે ABS અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ આપવામાં આવ્યા છે.

(12:00 am IST)
  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST

  • મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST