Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રૂપિયા પર લગામ મૂકવાનું અમારું કામ નથી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાથ ઊંચા કરી દીધાં

 

મુંબઇઃ ડોલરની સામે રૂપિયો સતત ગગડીને રેકોર્ડબ્રેક તળિયાની સપાટીએ જઇ રહ્યો છે ત્યારે રૂપિયાને ગગડતો રોકવામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાથ ઊંચા કરી દીધાં છે. રિઝર્વ બેન્કનાં ગવર્નર ઊર્જિત પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રૂપિયા પર લગામ મૂકવાનું અમારું કામ નથી. રૂપિયામાં જે ચઢાવ-ઉતાર અને ઊથલપાથલ થાય છે તે બજાર પર નિર્ભર હોય છે.

રૂપિયાનો વિનિમયદર બજારની તાકાત પર નક્કી થાય છે અને તેથી રૂપિયાને નિયંત્રણમાં લાવવાનું કામ આરબીઆઇનું નથી. રિઝર્વ બેન્ક એનો કોઇ દાયરો નક્કી કરી શકે નહીં. મોનેટરી પોલિસી રિવ્યૂમાં નીતિગત વ્યાજદરને યથાવત્ રાખીને બજારને ચોંકાવનારા ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યું છે કે રિઝર્વ બેન્કનું લક્ષ્‍ય માત્ર ફુગાવા પર કેન્દ્રિત છે.

(12:24 am IST)