Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કોંગોમાં ઓઈલ ટેન્કર -વાહન સાથે અથડાતા વિસ્ફોટ : 50 લોકો જીવતા આગમાં ભૂંજાયા

 

કિન્શાસા: કોંગોના પશ્ચિમ ભાગમાં એક રાજમાર્ગ પર ઓઈલનું ટેન્કર બીજા વાહન સાથે અથડાતા ભીષણ ટક્કર થઈ તેમાં 50 લોકોના મોત થયા અને 100 લોકો આગમાં ઝૂલસી ગયાં. ક્ષેત્રના કાર્યવાહક ગવર્નરે જાણકારી આપી હતી

   એક્ટુઅલાઈટ સીડી વેબસાઈટ મુજબ કોંગો સેન્ટ્રલ ક્ષેત્રના વચગાળાના ગવર્નર અતોઉ માતાબુઆનાએ કહ્યું કે 50 લોકોના મોત થયા છે અને 100 લોકો ઝૂલસ્યા

  અકસ્માત રાજધાની કિન્શાસાના એટલાન્ટિંક મહાસાગરના તટ પર સ્થિત દેશના એકમાત્ર પોર્ટ મતાદી સાથે જોડનારા રાજમાર્ગ પર થયો. જગ્યા કિંસાતુ શહેરની પાસે છે અને રાજધાનીથી પશ્ચિમમાં લગભગ 120 કિમી દૂર છે.

 સંયુક્ત રાષ્ટરના રેડિયો નેટવર્ક ઓકપી રેડિયાએ કહ્યું કે ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. જે ખુબ ઝડપથી ફેલાઈ અને તેની ચપેટમાં આસપાસના ઘરો આવી ગયાં

(11:11 pm IST)