Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વોટ્સઅેપમાં કોઇના સ્‍ટેટસ ઉપર રાખેલા ફોટા-વીડિયો ડાઉનલોડ કરવા સરળ

પહેલા વોટ્સએપ પર માત્ર ટેક્સ્ટ ફોર્મેટમાં સ્ટેટસ જોઈ શકાતું હતું. હવે સ્ટેટસ પર કોઈ વીડિયો અને ફોટો પણ લગાવી શકાય છે. તમે પણ અનેકના વોટ્સએપ સ્ટેટસ જોયા હશે. જો તમને પણ કોઈનો સ્ટેટસ પર લાગેલો ફોટો અથવા વીડિયો પસંદ આવી ગયો છે તો તમે નીચે લગાવેલા સ્ટેપ્સથી તેને ડાઉનલોડ કરી શકો છો.

હિડન વોટ્સએપ સ્ટેટસ ફોલ્ડરથી

કોઈપણ વોટ્સએપ સ્ટેટસ જોવાથી તે પોતાની રીતે ડાઉનલોડ થઈ જાય છે. .statuses નામના એક ફોલ્ડરમાં સેવ થયેલું હોય છે. હિડન ફોલ્ડર હોવાના કારણે ફાઈલ મેનેજરમાં ફોલ્ડર દેખાતું નથી. ફોલ્ડર જોવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને પહેલા તેને અનહાઈડ કરવું પડશે.

ફોલ્ડરને અનહાઈડ કરો

ફોલ્ડરને અનહાઈડ કરવા માટે તમે સ્ટોરેજમાં જઈને વોટ્સએપ પર ક્લિક કરો. ડાબી બાજુ સેટિંગ પર ટેપ કરીને ‘Show Unhide File’ પર ક્લિક કરો.

અન્ય એપ્લિકેશન દ્વારા

પ્લેસ્ટોર પર પણ અનેક એપ્લિકેશન છે. જેનાથી વોટ્સએપ સ્ટેટસ વીડિયો તમે ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી દરેક એપ્લિકેશનમાંથી Story Saver for Whatsapp નામની એપ્લિકેશન ખૂબ ઉપયોગી છે. એપ એકવાર ઈન્સ્ટોલ કરશો તો તરત વોટ્સએપ એકાઉન્ટ સાથે કનેક્ટ થઈ જશે. પછી જે સ્ટોરી ડાઉનલોડ કરવી હોય તેના પર ક્લિક કરો.

(5:33 pm IST)