Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અમેરિકામાં ગયા વર્ષે ફલુએ ૮૦ હજારના જીવનદીપ બુઝાવ્યા

આ વર્ષે ફલુનો આતંક પ્રમાણમાં હળવો રહેવા સંભવ ર૦૧૭-૧૮માં ફલુની રસી માત્ર ૩૬ ટકા સફળ રહેલઃ ફલુના વિવિધ સ્વરૂપો તેની રસી સહિતની લેઇટેસ્ટ જાણવા જેવી વિગતો

વોશિંગ્ટન, તા. ૬ : અમેરિકામાં ર૦૧૭-૧૮માૂ ફલુ બાબતે ઘણી ખરાક પરિસ્થિતિ રહી હતી. H3N2વાયરસના કારણે ફલુના ગંભીર લક્ષણો દેશભરમાં જોવા મળ્યા હતા. ફલુના કારણે ગયા વર્ષે ૮૦,૦૦૦ લોકોના મોત થયા હતા જેમાં ૧૮૦ જેટલા બાળકો હતા છેલ્લા ચાર દાયકામાં આ આંકડો સૌથી વધારે હોવાનું ટાઇમ મેગેઝીન હેવાલમાં જણાવાયું છે.

નિષ્ણાંતોનું માનવું છે હાલના સંકેતો પરથી એવું લાગે છે કે આ વર્ષે ફલુનો આતંક થોડો હળવો રહેશે.

ફલુની રસી કયારે એવી જોઇએ?

ઓકટોબરના અંત સુધીમાં ફલુની રસી લઇ લેવી જોઇએ તેવી સીડીસી ભલામણ કરે છે. ફલુની રસીની અસર બે અઠવાડીયા પછી થાય છે એટલે ફલુની સીઝન શરૂ થાય તેના પહેલા તે લેવાવી જોઇએ એમ ડો. તનાયા ભૌમિક, રોબર્ટ વુડ જોન્સન મેડીકલ સ્કુલના મેડીકલ એન્ડ ઇન્ફેકટીયસ ડીસીઝના આસીસ્ટન્ટ પ્રોફેસરનું માનવું છે ભૌમિક કરે છે કે આમ તો ફલુની રસી ગમે ત્યારે લઇ શકાય છે.

ફલુની રસી કેટલી અસરકારક ?

ફલુની રસીમાં દર વર્ષે, તે વર્ષે દેખાતા ફલુના લક્ષણો અનુસાર થોડા-થોડા ફેરફાર કરાતા હોય છે. કોઇપણ વર્ષે ફલુના કયા વલણો વધ્યા છે તે જાણ્યા વિના તે કેટલી અસરકારક બનશે તે કહેવું મુશ્કેલ છે.

ર૦૧૭-૧૮માં આ રસી ૩૬ ટકા અસરકારક થઇ હતી. કારણ કે તે H3N2સામે તેની અસરકારકતા ઓછી હતી પણ સીડીપીનું માનવું છે કે રોગ પ્રતિકારક શકિતમાં થોડો પણ વધારો ઘણો મોટો ફરક પાડી શકે છે. કેમકે ઓછા લોકો બીમાર પડશે તો ફલુનો વાયરસ ઓછો ફેલાશે અને આ ચક્રનો વ્યાપ વધતો જશે. ઉપરાંત બાળકોમાં આ રસી વધુ અસરકારક છે એટલે તેમને તો આ રસી મુકાવી જ જોઇએ.

ફલુની કઇ રસી લારી છે ?

ફલુની રસી વિવિધ વય જુથ માટે અલગ-અલગ હોવાથી ડોકટરની સાલહ અનુાસર લેવી જોઇએ પણ ૬ મહીનાથી મોટી ઉંમરની વ્યકિત રસી લેવી જરૂર જોઇએ.

આ વર્ષે એક ઇન્હેલર તરીકે લેવાતી નવી રસી બહાર પડી છે. ફલુ મીસ્ટ નામથી નાકમાં કરવાના સ્પ્રે રૂપે બહાર પડાયેલી રસીથી તમારે ડોકટર પાસે રસી મુકાવવા નથી જવુ પડતુ (જો કે ડો. ભૌમિક અંગત રીતે એવું માને છે. ઇન્જેકશનથી લેવાની રસી સ્પ્રે કરતા બહેતર છે)

ફલુની રસીથી બિમાર પડાય ?

ફલુની રસી ઇન્ફલુએન્ઝાના નિષ્ક્રિય અથવા નબળા વાયરસમાંથી બનાવવામાં આવે છે. તેનાથી આપણા શરીરમાં વાયસર વિરોધ એન્ટીબોડીઝ ઉત્પન્ન થવામાં શરીરમાં વાયરસ વિરોધી એન્ટીબોડીઝ ઉત્પન્ન થવામાં મદદ મળે છે. પણ તમને ચેપ નથી લાગતો રસી મુકાવ્યા પછી શરીરમાં ફલુના લક્ષણો જોવા મળે છે. કારણ કે તે પછી શરીરમાં ફલુના લક્ષણો જોવા મળે છે. કારણ કે તે દરમયન તમારી રોગ પ્રતિકારક શકિત વિકસી રહી  છે. રસીની સાઇડ ઇફેકરોમાં જયાં રસી મુકી હોય ત્યાં હાલ થઇ જવું, તે હાથ દુઃખાવો, શરીરમાં કળતર, હળવો તાવ વગેરે છે. જો મે નાકનો સ્પ્રે વાળી રસી લો તો નાકમાંથી પાણી નીકળવું, માથુ દુખવું, ગળુ સુકાવું અથવા કફ થવો વગેરે આડ અસરો થાય છે.

ડો. ભૌમિકનું કહેવું છે કે તેનાથી બીવાની જરૂર નથી, આ લક્ષણો સાબિત કરે છે કે રસી બરાબર કામ કરી રહી છે.

કોણ આ રસી ન લઇ શકે ?

બહુ ઓછા આપવાદ સિવાય દરેક વ્યકિત આ રસી લઇ શકે છે. જેમાં ગર્ભવતિ મહિલાઓ પણ સમાવેશ થાય છે. જેને કોઇ પણ પ્રકારની એલર્જી હોય તેણે ડોકટરની સલાહ લીા પછી આ રસી લેવી જોઇએ. બિમાર હોય તે દિવસે આ રસી લેવાનું ટાળવું જોઇએ. જો સામાન્ય શરર્દી જેવી બિમારી હોય તો તેમાં રસી લેવાથી કંઇ વાંધો નથી આવતો. (૯.પ)

 

(3:56 pm IST)