Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

IRCTCકૌંભાડઃ લાલુને રાહત નહીઃ રાબડી-તેજસ્વીને આપ્યા કાયમી જામીન

લાલુપરિવાર પતિયાલા કોર્ટમાં થયો હાજરઃ વધુ સુનાવણી ૧૯ નવેમ્બરે

નવીદિલ્હી, તા.૬: આઇઆરસીટીસી ટેન્ડર કૌભાડ મામલે આરોપી લાલુ યાદવ, તેજસ્વી યાદવ, અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી આજે દિલ્હીના પતિયાલા હાઉસકોર્ટમાં રજુ થયા પતિયાલા હાઉસકોર્ટમાં સીબીઆઇએ જામીનનો વિરોધ કર્યા. પરંતુ કોર્ટ સીબીઆઇની વિરૂધ્ધ અરજી ફગાવી દીધી અને લાલુ પ્રસાદ યાદવને છોડીને અન્ય દરેકને નિયમીત જામીન આપી દીધા જામીન ફગાવાની સીબીઆઇની અરજીને પણ-કોર્ટ ફગાવી દીધી હવેની તારીખ ૧૯ નવેમ્બર આપવામાં આવી છે. વધુ સુનાવણી વીડિયો ફોન્ફરસન્સિંગમાં થશે. જેથી લાલુ યાદવ પણ જોડાઇ શકે.

કોર્ટ રૂમમાં તેજસ્વી અને રાબડી દેવી ઉપરાંત પ્રેમચંદ ગ્રુપ્તા અને સરલ ગુપ્તા પણ કોર્ટમાં હાજર હતા. પહેલા તો સીબીઆઇએ નિયમિત જામીનનો વિરોધ કર્યો અને કહ્યું કે જો નિયમિત જામીન આપવામાં આવે તો તપાસ પ્રભાવિત થશે. બીજીબાજુ લાલુ યાદવે ખરાબ સ્વાસ્થયની જાણકારી કોર્ટમાં આપી.

બીજીબાજુ ઇડી કેસમાં પણ દરેક આરોપીઓની સુનાવણી થઇ કેસમાં દરેક આરોપીઓને એક લાપતા પ્રાઇવેટ દંડ પર જામીન આપ્યા જો કે તેમા પણ લાલુ યાદવે જામીન મળ્યા નહી. આ કેસમાં પણ વધું સુનાવણી ૧૯ નવેમ્બરે થશે.

ઉલ્લેખનીય છે કે ૩૧ ઓગસ્ટની સુનાવણીમાં કોર્ટ લાલુ તેજસ્વી અને રાબડીને જામીન આપી દીધા હતા.(૨૨)

(3:54 pm IST)