Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

બરડા ડુંગર સિંહોનું બીજુ ઘર બનશે

ર૩ સિંહોના ભેદી મોત બાદ સરકાર સફાળી જાગી

નવી દિલ્હી, તા. ૬ : ગીરના જંગલમાં ર૩ વનરાજોના ડેડસી  સીડીવી અને બાબેસીયોસીસ ઇન્ફેકશનને કારણે મોત નિપજયા બાદ ગુજરાત સરકારે જણાવ્યું છે કે સિંહોને ટુંક સમયમાં બરડા ડુંગરના જંગલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે ર૩ સિંહોના મોત બાદ અમે એવી શકયતાઓ તપાસી છે કે વનરાજોને બરડાના ડુંગરમાં શીફટ કરી શકાય તેમ છે કે નહિ. ગુજરાતમાં સિંહો માટે તે બીજુ ઘર બનશે.

બરડા ડુંગર ૩૪૩ કિ.મી.માં પથરાયેલુ છે અને તે ગીરથી ૮૦ કિ.મી. દૂર પોરબંદર જિલ્લામાં આવેલ છે. ૧૯૯પમાં પણ સિંહો માટે બીજુ ઘર શોધવ્યુ હતું જેમાં મ.પ્રદેશનું કુનો અને બે અનય હતાં. (૮.૮)

(11:52 am IST)