Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ભારત-નેપાળ સરહદ પર ૪.૫ની તીવ્રતાનો આંચકો

નુકસાન ટળતા તંત્રને મોટી રાહત

નવી દિલ્હી, તા. ૫: ભારત-નેપાળ સરહદ ઉપર હળવા ભૂકંપના કારણે આજે ખળભળાટ મચી ગયો હતો. બપોરના ગાળામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ઉપર આની તીવ્રતા ૪.૫ આંકવામાં આવી હતી. જાનમાલના કોઇ નુકસાન ન થતાં તંત્રને રાહત થઇ છે. અત્રે નોંધનીય છે કે, એપ્રિલ ૨૦૧૫માં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. ૭.૫ની તીવ્રતાના આંચકાના કારણે ભારે ભૂકંપના કારણે ભારે નુકસાન થયું હુતં. ૯૦૦૦ લોકોના મોત થયા હતા. ૨૨૦૦૦ લોકો ઘાયલ થયા હતા.

(12:00 am IST)