Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સોશ્યલ મીડિયામાં દિવ્યાંગ નવજાત બાળકનો વીડિયો વાયરલઃ કઠોર લોકોની આંખમાં પણ પાણી આવી જાય છે

સોશિયલ મીડિયા પર આજકાલ નાના ભૂલકાઓની તસવીર વાઈરલ થઈ રહી છે. નાના ભૂલકાઓની હરકતના અનેક કોમેડી વિડીયો વાઈરલ થઇ રહ્યા છે. ઈનસ્ટાગ્રામ પર AWW Fan clubમાં આવેલા લેટેસ્ટ વિડીયોમાં કઠોર લોકોની આંખોમાં પણ પાણી આવી જશે. વિડીયોમાં ભાઇ- બહેનનું એક બોન્ડિંગ અને વાઇબ્રેશન જોવા મળે છે.

વિડીયોમાં એક નાનો છોકરો જેના બંને હાથ સંપૂર્ણ નથી. તેની બાજુમાં નાની બહેન છે. જ્યારે તે રડવા લાગે છે ત્યારે ભાઇ બહેનને રડતી જોઇને તેને શાંત કરાવવા જે કરે છે તે દ્રશ્ય ઈમોનલ કરી દે છે. ભાઇને ખ્યાલ છે કે, બહેનને શું જોઇએ છે. ત્યાં નજીકમાં ચૂસણી પડી છે. પોતાના હાથ હોવા છતાં પણ તે બહેનના મોઢામાં વ્યવસ્થિત આપી દે છે, એટલું નહીં જ્યાં સુધી તે શાંત નથી થતી ત્યાં સુધી તે મદદ કરે છે.

(12:00 am IST)