Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

જમ્મુ-કાશ્મીરના અનેક અએવા સ્‍થળો છે જેની અએક મુલાકાત આજીવન યાદ રહી જશે

ભારતમાં અમુક સ્થળો એટલા સુંદર છે કે ત્યાં ગયા પછી તમને ચોક્કસપણે વિચાર આવશે કે જો આપણા દેશમાં સુંદરતાનો આટલો બધો ખજાનો હોય તો આપણે વિદેશ ફરવા જવાની ક્યાં જરુર છે? આજે તમને આવા એક સુંદર સ્થળ વિષે જણાવીશુ, જે ધરતીના સ્વર્ગત કહેવાતા કાશ્મીરમાં આવેલું છે.

ગુરેઝ વેલી

જો તમે જમ્મુ-કાશ્મીર ફરવા જશો તો તમારા પ્લાનમાં શ્રીનગર, પહેલગામ, સોનમર્ગ, ગુલમર્ગ, લેહ-લદાખ હશે, પરંતુ સુંદર રાજ્યમાં અમુક એવી છુપાયેલી જગ્યાઓ છે જ્યાં ટૂરિસ્ટ ઘણાં ઓછા જતા હોય છે અને તેની સુંદરતા એટલા માટે જળવાયેલી હોય છે. તમે જો જમ્મુ-કાશ્મીર જવાનો પ્લાન બનાવો તો તમારા પ્લાનમાં ગુરેઝ વેલીને ખાસ શામેલ કરો.

કિશનગંગા નદી

ગુરેઝ વેલી એક એવી જગ્યા છે જેની એક મુલાકાત તમને આજીવન યાદ રહી જશે. શ્રીનગરથી 150 કિલોમીટર અને બાંદીપોરાથી 85 કિલોમીટર દૂર આવેલી ગુરેઝ વેલી દરિયાની સપાટીથી 8000 ફૂટ ઉંચાઈએ છે. આખી વેલીમાં તમને કિશનગંગા નદી વહેતી દેખાશે. કિશનગંગા નદીને પાકિસ્તાનમાં નીલમ નદી કહેવામાં આવે છે. ખળખળ વહેતી કિશનગંગા નદી અને બરફઆચ્છાદિત હિમાલયના પર્વતો, પ્રકૃત્તિપ્રેમી માટે જગ્યા કોઈ વરદાનથી કમ નથી. નીચે ગુરેઝના મુખ્ય ફરવાલાયક સ્થળો વિષે જણાવવામાં આવ્યુ છે.

રઝદાન પાસ

ગુરેઝ અને બાંદીપોરા રોડ વચ્ચે આવેલો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. રસ્તા પર પસાર થતી વખતે તમને વિચાર આવશે કે જો રસ્તો આટલો બધો સુંદર છે તો ડેસ્ટિનેશન કેટલું સુંદર હશે?

તુલેલ વેલી(Tulail Valley)

વેલીમાં લગભગ 5-10 ગામડાઓ હશે. જો તમારે કાશ્મીરના સ્થાનિકોની જીવનશૈલી વિષે જાણવુ હોય તો અહીં જાઓ. તુલેલ વેલી ફિશરી માટે પ્રખ્યાત છે અને કાશ્મીરની પ્રખ્યાત ટ્રાઉટ માછલી અહીં મળી જશે. તમને અહીં પ્રાકૃત્તિક સોંદર્યની સાથે સાથે ત્યાંના લોકો વિષે જાણવા મળશે. અલગ અલગ સંસ્કૃતિ વિષે જાણવું ટ્રાવેલિંગનો સૌથી મોટો ફાયદો છે.

હરમુખ

જમ્મુ-કાશ્મીરના ગાંદેરબલ(Ganderbal) જિલ્લામાં આવેલો હરમુખ પહાડ ઉત્તરમાં ગંગાબલ લેક અને દક્ષિણમાં કિશનગંગા નદીની વચ્ચોવચ આવેલો છે. ગુરેઝ વેલી પરથી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો હરમુખ પહાડ ફોટોગ્રાફીના શોખીનોને ખુશ કરી દેશે.

હબ્બા ખાતૂન

પહાડનું નામ કાશ્મીરના પ્રખ્યાત કવિયત્રી હબ્બા ખાતૂનના નામ પરથી પાડવામાં આવ્યું છે. માન્યતા અનુસાર હબ્બા કાતૂન પોતાના પતિની શોધમાં પહાડોમાં ફરતા હતા અને અહીં તેમણે અનેક કવિતાઓ લખી હતી.

પૌરાણિક સિલ્ક રુટ પર આવેલી છે

ઉલ્લેખનીય છે કે, ગુરેઝ વેલી પૌરાણિક સિલ્ક રુટ પર આવેલી છે. રસ્તો કાશ્મીર ઘાટીને ગિલગિટ સાથે જોડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલા લાઈન ઓફ કંટ્રોલથી નજીક હોવાને કારણે અહીં મોટા પ્રમાણમાં આર્મી તૈનાત કરવામાં આવી છે.

કયો છે બેસ્ટ ટાઈમ?

શિયાળામાં અહીં તાપમાન -10 સુધી પહોંચે છે અને ઉનાળામાં મહત્તમ તાપમાન 27 સેલ્યિસસ ડિગ્રી હોય છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અહીં પહોંચવુ અશક્ય છે કારણે ભારે બરફને કારણે રસ્તા બંધ થઈ જાય છે. અહીં આવાવનો બેસ્ટ ટાઈમથી મે મહિનાથી ઓક્ટોબર મહિના દરમિયાન.

કઈ રીતે પહોંચશો?

શ્રીનગરથી ગુરેઝ પહોંચવા માટે લગભગ 6-7 કલાકનો સમય લાગે છે. બાંદીપોરાથી ગુરેઝ 4-5 કલાકમાં પહોંચી જવાશે. બાંદીપોરાથી ગુરેઝનો રસ્તો સાંકડો છે. બાંદીપોરાથી ગુરેઝ સુધી SUV જતી હોય છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો પોતાનું વાહન લઈને જતા હોવ તો પણ SUV લઈ જવાની સલાહ આપવામાં આવે છે. અને બાંદીપોરામાં તમારા વાહનનું ટેન્ક પણ ફુલ કરી લો. શ્રીનગરથી બાંદીપોરા પબ્લિક અને પ્રાઈવેટ બસો પણ ચાલતી હોય છે. અને બાંદીપોરાથી ગુરેઝની પણ પબ્લિક બસ અવેલેબલ છે.

ક્યાં રહેશો?

તમે ઈચ્છો તો JK ટૂરિઝમ અને JKTDSના ગેસ્ટ હાઉસ, હોમસ્ટે વગેરે દાવર(Dawar) નજીક આવેલા છે. સિવાય ગુરેઝમાં તમને અન્ય હોટલો પણ મળશે.

આટલું ખાસ ધ્યાનમાં રાખો

તમે ગુરેઝમાં 2-3 દિવસ પસાર કરી શકો છો. અહીં તમે કેમ્પિંગ, રોક ક્લાઈમ્બિંગ અને ફિશિંગ કરી શકો છો. શહેરના પ્રદૂષણ વાળા વાતાવરણથી દૂર ખળખળ વહેતી શુદ્ધ કિશનગંગા નદી તમારો આખા વર્ષનો થાક દૂર કરી દેશે. અહીંના લોકોની રહેણીકરણી જોવી પણ એક લ્હાવો છે. અહીં જતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે વિસ્તાર સંવેદનશીલ હોવાથી આર્મી મોટા પ્રમાણમાં તૈનાત છે, માટે ID કાર્ડ અને અન્ય જરુરી દસ્તાવેજ ખાસ સાથે રાખો. સિવાય, અહીં ફિશિંગ કરવા માટે બાંદીપોરામાં આવેલી સરકારની ફિશરીઝ ઓફિસમાં પરમિશન લેવી જરુરી છે.

(5:21 pm IST)