Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોડી રાત્રે 1 વાગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ પહોંચશે ઇસરોના મુખ્યમથક: 60 થી 70 બાળકો પણ હાજર

 

બેંગ્લુરુ :  ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે રાત્રે દોઢથી અઢી વાગ્યા વચ્ચે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. દરેક વ્યક્તિને 'સોફ્ટ લેન્ડિગ'ની રાહ છે.

વિક્રમ લેન્ડરની આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇસરોના મુખ્યમથકે પહોંચવાના છે. આપને જણાવી દઇએ કે, PM મોદીની સાથે 60 થી 70 બાળકો પણ હાજર હશે જે લોકોને સ્પર્ધા થકી લેન્ડિગનું લાઇવ પ્રસારણ જોવાની તક પ્રાપ્ત કરેલ છે.

(12:10 am IST)