Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

એસ્ટ્રોનોટ સફેદ અને ઓરેન્જ રંગના જ સ્પેસ શુટ કેમ પહેરે છે?: રસપ્રદ માહિતી

ચંદ્રયાન-૨ આજે મોડી રાત્રે લેન્ડ કરશે. ISROનાવૈજ્ઞાનિક ચંદ્રયાન-૨ની સફળતાથી માત્ર એક સ્ટેપ દુર છે. લેન્ડિંગની પ્રક્રિયા મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે થશે, જે ૭  કાલે સવાર સુધી ચાલશે.

જયારે પણ આપણે ટીવી કે ઈન્ટરનેટ પર કોઈ સ્પેસ મિશનના ફોટો કે વીડિયો જોઈએ છે તો એસ્ટ્રોનોટ માત્ર સફેદ કે ઓરેન્જ રંગના ડ્રેસમાં જ નજરે આવે છે. શું કારણ છે કે એસ્ટ્રોનોટ માત્ર આ ૨ રંગના આઉટફિટમાં નજરે આવે છે.

બંને શુટના નામ

ઓરેન્જ શૂટને Advanced Crew Escape Suite (ACES) કહેવામાં આવે છે. જયારે વાઈટ સ્પેસ શૂટનું નામ Extra Viral Activity Suite (EVAS)કહેવામાં આવે છે. વાઈટ અને ઓરેન્જ શૂટ પહેરવાનું ખાસ કારણ હોય છે.

ઓરેન્જ રંગના શૂટને એન્ટ્રી શૂટ કહેવામાં આવે છે. આ રંગ સ્પેસમાં સરળતાથી જોઈ શકાય છે. જયારે વાઈટ રંગનો શૂટ વધારે પ્રકાશને રિફલેકટ કરે છે અને અંતરિક્ષના કાળા વાતાવરણમાં સરળતાથી દેખાય છે. બંને જ રંગના શૂટને ઘણાં ખાસ કારણોથી ડિઝાઈન કરવામાં આવ્યા છે.

બંને શૂટની વિશેષતાઓ

ઓરેન્જ શૂટ સ્પેસ શટલની ટેક-ઓફ કે લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાઓથી એસ્ટ્રોનોટસની સુરક્ષા કરે છે. ત્યારે વાઈટ શૂટને મુખ્ય રીતે સ્પેસ વોકિંગ માટે ડિઝાઈન કરવામાં આવે છે. વાઈટ શૂટમાં વોટર કૂલિંગ સિસ્ટમ હોય છે. જે બીજા સ્પેસમાં સરવાઈવલમાં મદદ કરે છે. સફેદ શૂટ શરીરના પરસેવાને રીસાઈકલ કરે છે, જેનાથી એસ્ટ્રોનોટસ અલગ અલગ પરિસ્થિતીઓમાં પણ કુલ રહે છે. શૂટની અંદર પાણીથી ભરેલી એક ડ્રિન્ક બેગ પણ હોય છે, જે ૬ કલાકના સ્પેસવોક સુધી ચાલી શકે છે. ઓરેન્જ શૂટની સરવાઈવલ કિટ હાઈકર્સની કિટ જેવી હોય છે. તેમાં રેડિયો, મોશન સિકનેસ પિલ્સ, સ્ટ્રોબ લાઈટસ, ગ્લવ્સ સામેલ હોય છે. કારણ કે પૃથ્વીના વાતાવરણમાં ખુબ સારી રીતે કામ કરે છે. ત્યારે વાઈટ શૂટમાં ઓકસીજન, બેટરી પાવર અને રેડિયોની વ્યવસ્થા હોય છે.

(3:44 pm IST)