Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વાયુસેનામાં ૧૫ આકાશ મિસાઇલની તાકાત થશેઃ ચીન-પાકિસ્તાન સીમાએ તૈનાત કરાશે

આકાશ મિસાઇલ પ્રોજેકટ માટે ૫ હજાર કરોડ મંજુર કરતુ કેન્દ્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઇલ સીસ્ટમ માટે ૫ હજાર કરોડની ફાળવણી કરી મિસાઇલની ૬ સ્કવોડનને વાયુસેનામાં સામેલ કરવાની મંજુરી  આપી દીધી છે. આ મિસાઇલ સિસ્ટમને પાકિસ્તાન અને ચીન સીમા પર ગોઠવવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઇની અધ્યક્ષતા વાળી સુરક્ષા મામલાની કેબીનેટ કમિટીએ હાલમાં જ વાયુસેના માટે આ યોજનાની સહમતી આપેલ. રક્ષા મંત્રાલયે સરકારના આ નિર્ણયની જાણકારી ગુરૂવારે વાયુસેનાને આપી હતી. આ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે ત્રણ વર્ષ પહેલા પ્રસ્તાવ કરાયો હતો. કેબીનેટની મંજુરી બાદ વાયુસેના પાસે આકાશ મિસાઇલ સિસ્ટમની તાકાત ૧૫ થઇ જશે.

વાયુસેનાને શરૂઆતમાં બે આકાશ સિસ્ટમનો ઓર્ડર અપાયેલ. ગયા વર્ષે ઇઝરાયલ સાથે સુર્ય લંકા યુધ્ધાભ્યાસ  દરમિયાન આકાશ ડિફેન્સ સીસ્ટમને સારૂ પ્રદર્શન કરનાર સીસ્ટમ બતાવાયેલ. ૨૭ ફેબુઆરીના રોજ બાલાકોટ સ્ટ્રાઇક દરમિયાન આ મિસાઇલની ટેકનીકની જરૂર જણાય હતી. અને ત્યારબાદ પ્રસ્તાવને મંજુરી આપી છે.

(3:34 pm IST)