Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મિસબાહને બેવડી જવાબદારી સોંપાતા શોએબ અખ્તરે ઠેકડી ઉડાડી

પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ પણ અંદરોઅંદર બાખડ્યા

લાહોર :  પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિસબાહ- ઉલ-હકને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં બેવડી જવાબદારી સોંપાતાં શોએબ અખ્તરે તેની મજાક ઉડાડી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા સત્ત્।ાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે મિસબાહને હેડ કોચ અને ચીફ સિલેકટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે મજાક ઉડાડતાં શોએબ અખ્તરે ટ્વીટ કર્યું હતું, પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ અને ચીફ સિલેકટર તરીકે પસંદ થવા બદલ મિસબાહ-ઉલ-હક તને અભિનંદન. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન તરીકે તને પસંદ ન કરવામાં આવ્યો એની મને નવાઈ લાગી રહી છે. હું મજાક કરી રહ્યો છું. આશા રાખુ છુ કે અગાઉની જેમ તુ ફરી તારો જાદુ ચલાવવામાં સફળ રહે.

(3:21 pm IST)