Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ડ્રાઇવિંગ લાઇસન્‍સ એક વર્ષમાં રિન્‍યુ નહીં કરાવાય તો રદ થઇ જશે

ફરી લર્નિંગ લાઇસન્‍સ કઢાવીને પાકા લાઇસન્‍સ માટે ડ્રાઇવિંગ ટેસ્‍ટ પણ આપવો પડશે * આરટીઓ દ્વારા નવા નિયમ મુજબ સોફટવેરમાં ફેરફાર કરવાની કામગીરી હાથ ધરાઇ * લાઇસન્‍સ ગમે ત્‍યારે ઈશ્‍યૂ હોય, ૪૦ વર્ષની ઉમરે થતા હવે રિન્‍યૂ કરાવવુ પડશે

નવી દિલ્‍હી તા.૦૬: કેન્‍દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા મોટર વ્‍હીકલ એક્‍ટ અંતર્ગત હવે પછી કોઈપણ ડ્રાઇવિંગ લાયસન્‍સ ધારક તેના ડ્રાઈવીંગ લાયસન્‍સની મુદત પૂરી થયેથી એક વર્ષની અવધિમાં ડ્રાઇવિંગ લાઇસન્‍સ રિન્‍યુ નહીં કરાવે તો લાયસન્‍સ રદ થઇ જશે અત્‍યાર સુધી મુદત પૂરી થયા પછી રિન્‍યુઅલ માટે ની અવધી પાંચ વર્ષ સુધીની હતી નવા નિયમ મુજબ હવે આમાં એક વર્ષની કરાઈ છે લાયસન્‍સ ઇસ્‍યુ થવાથી ૨૦ વર્ષ અથવા ૪૦ વર્ષની ઉંમરે બે માંથી જે પહેલા આવે તે મુજબ કરવું પડશે આમ લાયસન્‍સની મુદ્‌ત પણ દસ વર્ષ ઘટાડી દેવાયા છે જેનો અમલ તાકીદે શરૂ કરવામાં તમામ આરટીઓ ને સૂચના આપી દેવાઇ છે વાહન સોફ્‌ટવેરમાં નિયમ અનુસાર ફેરફાર કરવાનું શરૂ કરી દેવાયું છે .

ડ્રાઇવિંગ લાઇસન્‍સ એક વર્ષમાં રીન્‍યુ ન થાય તો લાયસન્‍સ ધારકે નવેસરથી કાચું અને પાકું લાયસન્‍સ નિયમ અનુસાર ફી ભરીને કઢાવવું પડશે સમગ્ર પ્રક્રિયા નવુ લાયસન્‍સ કઢાવવા હોય તે પ્રમાણે કરવી પડશે એટલું જ નહીં પરંતુ ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક પર ટેસ્‍ટ આપવો પડશે .

કેન્‍દ્ર સરકારે નવા જાહેર કરાયેલા નિયમોમાં ડ્રાઇવિંગ લાઇસન્‍સ હેવી વિહિકલ ફિટનેસ સર્ટિફિકેટ રીન્‍યુ કરાવવા સહિતના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે આ નિયમો ગુજરાતમાં ૧ સપ્‍ટેમ્‍બરથી અમલી કરાયા છે જોકે હાલમાં આરટીઓના સોફ્‌ટવેરમાં આ અંગેના ફેરફારોની કામગીરી ચાલુ કરી દેવાઇ છે.આ ફેરફારના કારણે લોકોને સૌથી વધુ અસર કરનારો નિયમ જુના ડ્રાઇવિંગ લાઇસન્‍સ રિન્‍યુ કરાવવા માટે નો હશે .

અત્‍યાર સુધી જુના લાયસન્‍સ ની વેલીડીટી પૂરી થઇ હોય તેવા લાયસન્‍સ ધારક પાંચ વર્ષ સુધી લાઇસન્‍સ રિન્‍યુ કરાવવાની રાહ જોતા હતા જેમાં કેટલાક ને પાંચ વર્ષ પુરા થવા સુધીમાં ગણતરીના દિવસો બાકી હતા પરંતુ હવે તેમને પણ લાયસન્‍સ મેળવવાની કામગીરી કરવી પડશે જેમાં ડ્રાઇવિંગ પ્રેક્‍ટીકલ ટેસ્‍ટ સુધીની તમામ કાર્યવાહી નો નવેસરથી સમાવેશ થાય છે મોટા ભાગની આરટીઓમાં વાહન સોફ્‌ટવેરમાં ફેરફાર અંગેની અપગ્રેડેશન થઈ ગયું છે કેટલીક આરટીઓમાં નવા ડ્રાઇવિંગ લાઇસન્‍સ ને જૂની સિસ્‍ટમ મુજબ રિન્‍યુ કરવાનું બંધ કરી દેવાયું છે જો કે હેવી વિહિકલ લાઇસન્‍સ ની અવધી વધારીને પાંચ વર્ષની થાય છે એવી કલ્‍પના ડ્રાઇવિંગ લાઇસન્‍સ ની અવધી અત્‍યાર સુધી ત્રણ વર્ષની હતી લાયસન્‍સ આધાર કે દર ત્રણ વર્ષે લેવું પડતું હતું પરંતુ વાહનવ્‍યવહાર વિભાગે તેમાં રાહત આપે છે આ મુદત બે વર્ષ વધારી આપે છે અમદાવાદ આરટીઓમાં જાહેર કરાતાં આંકડા અનુસાર ડ્રાઇવિંગ ટેસ્‍ટ આપનારા લોકો પૈકી ૫૦ ટકા લોકો પાસે થવામાં સફળતા મેળવે છે ટેસ્‍ટમાં નાપાસ થનારા લોકોમાં મહિલાઓનું પ્રમાણ વધુ હોય છે નવા કાયદામાં થયેલી જોગવાઈઓ અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્‍સ અંગેની ડ્રાઇવ શરૂ કરવામાં આવે અને જો દંડની રકમ વસુલવા આદેશ કે ચેકિંગ શરૂ કરાય તો અમદાવાદ માંથી એક મોટો વર્ગ લાયસન્‍સ વગર નો મળી આવે અથવા તેમની પાસે માત્ર ર્લનિંગ લાયસન્‍સ હોય તેવું પણ બની શકે કે

 આ ઉપરાંત ડ્રાઈવીંગ લાયસન્‍સની મુદત માં ઘટાડો કરાયો છે હવે ૪૦ વર્ષ પછી કરાવશે સરકારે ટેકનિકલ લાઇસન્‍સ માટે દસ વર્ષ ઘટાડી દીધા છે જેમાં લાયસન્‍સ ઇસ્‍યુ થવાથી અથવા ૪૦ વર્ષની ઉંમર બે માંથી જે પહેલા આવે તે મુજબ ફરે રિન્‍યુ કરાવો પડશે જો કોઈ વ્‍યક્‍તિ ૩૦ લાઇસન્‍સ કરાવે તો તેને દસ વર્ષ પછી કરવું પડશે આ બદલાવ ને લગતા ફેરફારો પણ સારથી ૪ સોફ્‌ટવેરમાં કરાઈ રહ્યા છે.

(3:20 pm IST)