Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગ્રીન કાર્ડ જોઈએ છે તો ભારતીયોએ સોશ્યલ મીડિયાની પણ આપવી પડશે જાણકારી, અમેરિકાએ બદલ્યા નિયમ

ઉમેદવારને છેલ્લા 5 વર્ષ દરમિયાન ઉપયોગ કરેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જાણકારી આપવી પડશે.

નવી દિલ્હી : અમેરિકાની નાગરિકતા માટે હવે લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટસની જાણકારી આપવી પડશે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ હવે અલગ અલગ ફોર્મ્સમાં આ જાણકારી માગી છે. ગ્રીન કાર્ડ માટે પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સની ઈન્ફોર્મેશન આપવી જરૂરી કરવામાં આવી છે.

ભારતથી અમેરિકા જતા લોકોને D-160 અને D-260 નામના 2 ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવે છે. હવે તેમાં ડ્રોપ ડાઉન મેન્યૂ એડ કરવામાં આવ્યું છે. ઉમેદવારને છેલ્લા 5 વર્ષ દરમિયાન ઉપયોગ કરેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જાણકારી આપવી પડશે.

અમેરિકી વીઝા અને ત્યાંની નાગરિકતા મેળવનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. 30 સપ્ટેમ્બર 2017ના નાણાકીય વર્ષમાં 60 હજારથી વધારે ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવી લીધુ છે. તે દરમિયાન લગભગ 50 હજાર લોકોએ અમેરિકાની નાગરિકતા મેળવી છે.

અમેરિકા ઈમિગ્રેશન અધિકારીઓને હવે તે વાતની પરવાનગી મળી ગઈ છે કે તે ગ્રીન કાર્ડ, નાગરિકતા, વર્ક વીઝા વગેરે માટે એપ્લાઈ કરતા લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ ચેક કરવા માટે ફેક એકાઉન્ટ બનાવી શકે.

(2:02 pm IST)