Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બાળકો માટે ભારતમાં લોન્ચ થયુ પોલ્યુશન માસ્ક, શુદ્ધ હવા માટે લગાડી છે ટૂ વે મોટર

સિલિકોનની ટ્રેપનો ઉપયોગ : લિથિયમ બેટરી ચાર્જ માટે બે કલાક લાગે અને બેકઅપ 8 કલાક સુધીનો છે

દિલ્હી-એનસીઆર જેવાં શહેરો માટે પ્રદૂષણ એક મોટી ચિંતાનો વિષય છે.  ગરમીની ઋતુમાં ઘણીવાર આકાશમાં પ્રદૂષણને કારણે ફૉગ દેખાય છે. એવાંમાં પ્રદૂષણથી બાળકોને બચાવવા માટે પ્યોરલોજીક લૅબએ એન્ટી પોલ્યૂશન માસ્ક લોન્ચ કર્યુ છે.

આ માસ્કમાં ચોખ્ખી હવા માટે ટુ વે મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટરમાં ત્રણ સ્પીડ કંટ્રોલ આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ અલગ અલગ સમયે કરી શકાય છે. તેના સિવાય તેમાં 11 HEPAમાં 5 ફિલ્ટર લાગેલાં છે.

તેમાં લિથિયમ બેટરી લાગેલી છે જેને ચાર્જ કરવા માટે બ કલાકનો સમય લાગે છે અને તેની સાથે બેકઅપ 8 કલાક સુધીનો હોય છે. તેનો ઉપયોગ 5થી 15 વર્ષનાં બાળકો કરી શકે છે. તેમાં સિલિકોનની સ્ટ્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્ટી પોલ્યૂશન માસ્કની કિંમત 3,490 રૂપિયા છે.

(12:06 pm IST)