Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

૭૪ વર્ષનાં માજીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો

આંધ્ર પ્રદેશના ગુન્ટુર શહેરની હોસ્પિટલમાં ગઇ કાલે ૭૪ વર્ષનાં મંગાયમ્માએ લગ્નના પ૪ વર્ષ બાદ જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. વાત એમ છે કે ગોદાવરી જિલ્લાના નેલાપર્થીપુડી ગામમાં રહેતાં આ માજી લગ્ન પછી પાંચ દાયકાથી વધુ સમયથી નિઃસંતાન હતા. તેમને સંતાન જોઇતું હતું, પણ કુદરતી રીતે શેર માટીની ખોટ પુરાય એવી સંભાવનાઓ નહોતી. કોઇ આશા ન હોવા છતાં મંગાયમ્મા અને તેમના પતિ રાજાએ હાર માની નહોતી ગયા વર્ષે તેમણે ગંતૂરના એક નર્સિંગ હોમમાં આઇવીએફ એટલે કે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા બાળક મેળવવાનો પ્રયત્ન કર્યો. ૩૦ વર્ષ પહેલાં તેમને મેનોપોઝ આવી ગયો હોવાથી ડોકટરોએ બીજી યંગ મહિલાના અંડબીજ પતિના સ્પર્મ વાપરીને ગર્ભધારણ કરી શકાય એમ છે એવું કહેલું. જેમાં દંપતીને વાંધો નહતો. નવાઇની વાત એ છે કે ૭૪ વર્ષની વય હોવા છતાં તેમને કૃત્રિમ ગર્ભધારણ કરવામાં વિશેષ તકલી ન પડી. જોકે પ્રેગ્નન્સી દરમ્યાન તેમને ખૂબ સાચવવું પડયું અને સતત મેડિકલ અસિસ્ટન્સમાં તેઓ રહ્યા હતા ગઇકાલે અહલ્યા નર્સિંગ હોમમાં સિઝેરિયન દ્વારા જોડિયા બાળકોની ડિલિવરી કરવામાં આવી હતી. ચાર ડોકટરોની ટીમ મંગાયમ્માની દેખરેખ રાખી હતી. પ્રસવ પહેલાં હોસ્પિટલે તેમનું સન્માન પણ કર્યું હતું અને તેમનું અનેકવાર કાઉન્સેલિંગ કર્યું હતું કેમ કે તેઓ ખૂબ મોટી વયે માતા-પિતા બનવા જઇ રહ્યા હતા અને એટલે એ પછીની જવાબદારીઓ ઘણી વધી જાય એમ હતી. સિઝેરિયન પછી ડોકટરોનું કહેવું છે કે મા અને બન્ને બાળકોનું સ્વાસ્થ્ય સારૃં છે. ડિલિવરી બાદ મંગાયમ્માનાં ૯પ વર્ષનાં મમ્મી પણ આ ખુશીના પ્રસંગના સાક્ષી બન્યા હતા. ડો. સનકકાયલા ઉમાશંકરની નિગરાનીમાં આ આખુંય કામ પાર પાડયું હતું.

(11:49 am IST)