Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

દેશદ્રોહનો છે મામલો

ગુજરાત પોલીસનો સપાટોઃ સીમીના પૂર્વ અધ્યક્ષ શાહિદ બદ્રની આઝમ ગઢથી કરી ધરપકડ

આજમગઢ, તા.૬:  પ્રતિબંધિત સંગઠન ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (લ્ત્પ્ત્)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શાહિદ બદ્રની ગુજરાત પોલીસે ગુરૂવારે રાત્રે ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લામાંથી ધરપકડ કરી હતી. શાહિદ બદ્ર પર વર્ષ ૨૦૦૧માં  ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે કચ્છ જિલ્લાના ભુજ-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહિદ બદ્ર વિરૂદ્ઘ ૬ વર્ષ અગાઉ કોર્ટે ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. જેના આધારે ગુજરાત પોલીસે આ કાર્યવાહી કરી છે. શાહિદ બદ્રને ગુજરાત પોલીસ પહેલા યુપીના સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જયાં શાહિદ બદ્રના વકીલ તથા સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

ડો. શાહિદ બદ્ર ઉત્ત્।ર પ્રદેશના મનચોભા ગામનો રહેવાસી છે અને પુત્ર બદરે આલમ શહેરની બદરકા કર્બલા મેદાન નજીક દવાખાનુ ધરાવે છે. તેમના જણાવ્યો અનુસાર તેઓ નિત્યક્રમ પ્રમાણે જ ગુરૂવારે સાંજે પોતાનુ દવાખાનુ બંધ કરી ઘરે જઇ રહ્યા હતા ત્યારે રાત્રે ૮ વાગ્યે ગુજરાત પોલીસ તેમના દ્યરે પહોંચી હતી અને વોરંટના આધારે ધરપકડ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જયાંથી હવે તેને ગુજરાત લાવવામાં આવશે.

(11:47 am IST)