Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

દેશદ્રોહ કેસઃ કનૈયાને ‘આપ' સરકારની કિલનચીટ

દિલ્‍હી સરકારના ગૃહમંત્રીએ ન માન્‍યો દેશદ્રોહનો કેસ

નવી દિલ્‍હી તા.૦૬:  આમ આદમી પાર્ટીની સરકાર કનૈયા અને ૯ લોકો વિરુધ્‍ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની દિલ્‍હી પોલીસને પરવાનગી નહિ આપે.

ફેબ્રુઆરી ૨૦૧૬માં જવાહર લાલ યુનિ. ખાતે અહિં કાર્યક્રમમાં કથીત રીતે દેશ વિરોધી નારા લગાવાયા હતા. આ કાર્યક્રમમાં સામેલ થવા અને દેશ વિરોધી નારા લગાવવાનો કનૈયા અને ૯ લોકો ઉપર આરોપ છે. જેએનયુમાં કથીત રીતે દેશ વિરોધી નારા કાર્યક્રમ ને લઇને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. જે પછી જેએનયુમાં છાત્ર સંઘના તત્‍કાલીન અધ્‍યક્ષ કનૈયાકુમારની ધરપકડ પણ થઇ હતી.

સુત્રોના જણાવ્‍યા પ્રમાણે દિલ્‍હીના ગૃહમંત્રી સત્‍યેન્‍દ્ર જૈને આ મામલે પોતાનુ  નિવેદન આપ્‍યુ છે. તેમણે કહ્યુ છે કે પોલીસે જે સાક્ષી રજુ કર્યા છે જે મુજબ કનૈયા અને અન્‍યો પર દેશદ્રોહનો કેસ નથી બનતો.

જે કોર્ટમાં સુનાવણી થઇ રહી છે તે કોર્ટમાં આપ સરકારના મતને રજુ કરાશે. દિલ્‍હીના ઉપરાજ્‍યપાલ અને દિલ્‍હી પોલીસને પણ આપ સરકારના વલણ થી અવગત કરાશે.

(11:08 am IST)