Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વિશ્વમાં ભારતની ધાક જમાવી

મોદી સરકારના ૧૦૦ દિવસઃ ૭ દેશોની મોદીએ લીધી મુલાકાત

નવી દિલ્હી, તા.૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમની શ્રીજી ઇનિંગના શરૂઆતના સો દિવસમાં સાત દેશોની મુલાકાત કરી. તેમાં પાડોસીઓ સાથે સંબંધોને વધુ મજબુત કરવા માટે નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર અમલ કર્યો, ત્યાં પર વિશ્વના શકિતશાળી રાષ્ટ્રોમાંથી વધુ એક જુના સહયોગી રહેલા રશિયાની મુલાકાત કરીને ધાક જમાવી છે. ફ્રાંસમાં જી-૭ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે તેની બેઠક ચર્ચામાં રહી. આ દરમ્યાન વિદેશી મીડિયામાં પણ વડાપ્રધાન મોદી છવાયા છ. યુએઇના સૌથી મોટા અખબારોમાંથી એક ખલી જ ટાઇમ્સે પીએમ મોદીનો લાંબો ઇન્ટરવ્યુ છાપ્યો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોદી સરકાર ૨.૦માં સૌથી પહેલા માલદીવની મુલાકાત લીધી. પીએમ મોદીની માલદીવ મુલાકાતનો મુખ્ય હેતુ નેબરહુડ ફર્સ્ટ પોલીસી હેઠળ સુરક્ષા અને વિકાસની દ્રષ્ટિની સાથે સમુદ્રી પાડોસીની સાથે ભારતના સંબંધોને વધુ મજબુત કરવાનો હતો.

માલદીવ બાદ તેઓ જુનમાં શ્રીલંકા પહોંચ્યા. ૧૬ ઓગષ્ટે વડાપ્રધાન મોદી ભૂટાન ગયા અને ત્યાંના રાજા સાથે વાતચીત કરી. ત્યારબાદ ૨૨ ઓગષ્ટ પીએમ મોદી ફ્રાંસની મુલાકાતે ગયા અને ત્યાં વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ સાથે કરી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગષ્ટે બહેરીનની મુલાકાત કરી અને ભારતીય સમુદાય સાથે પણ તેઓએ સંવાદ  કર્યો અને ત્યારબાદ તેઓ રશિયાની મુલાકાતે ગયા. તેમજ રશિયામાં આયોજીત ઇસ્ટર્ન ઇકોનોમીક ફોરમની બેઠકમાં ભાગ લેવાના હેતુની સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ બેઠક કરી.

(10:09 am IST)