Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

દિલ્હીમાં ટ્રાફિક પોલીસે ચલણ કાપતા ગુસ્સે ભરાયેલા યુવકે બાઇકને આગ ચાંપી દીધી

પોલીસે નવો કેસ કરીને ધરપકડ કરી ;મેડિકલ ચેકઅપ કરાયું

 

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસે નશામાં ડ્રાઇવ કરનારાઓની ઓળખ કરવા માટે તમામ વાહનોને રોકીને ચેકિંગ અભિયાન ચલાવી રહ્યા હતા, તે દરમિયાન એક બાઇક ચાલક દારૂના નશાની હાલતમાં પકડાયો. જેનું ટ્રાફિક પોલીસે ચલાણ કાપ્યું. જેને લઇને રાકેશ નામનો બાઇક સવાર નારાજ થઇ ગયો અને ગુસ્સામાં આવીને તેણે પોતાની બાઇકને આગ લગાડી દીધી

પોલીસે રાકેશ વિરૂદ્ધ આઇપીસી 453 હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરીને પૂછપરછ હાધ થરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી દારૂના નશામાં લાગી રહ્યો છે, જોકે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે .

(12:00 am IST)