Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી,પરંતુ પોતાની રક્ષા માટે શક્તિનો ઉપયોગ કરવામાં ખચકાશે.નહીં ;રાજનાથસિંહ

સિઓલમાં યોજાયેલી સંરક્ષણ મંત્રણામાં સંરક્ષણમંત્રીની સ્પષ્ટ વાત

નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી, પરંતુ આનો અર્થ નથી કે તે પોતાની શક્તિનો ઉપયોગ પોતાની રક્ષા માટે કરવામાં ખચકાશે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિની વિરુદ્ધ સિઓલમાં યોજાયેલી સંરક્ષણ મંત્રણામાં તેમણે ટિપ્પણી કરી હતી.

સિંહે દક્ષિણ કોરિયાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓની હાજરીમાં કહ્યું હતું કે 'ભારતનો ઇતિહાસ જોતા તે ક્યારેય હુમલો કરનાર રહ્યો નથી અને તો રહેશે. પરંતુ આનો અર્થ નથી કે તે પોતાની સુરક્ષા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું ટાળી શકશે.

(12:00 am IST)