Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જીઓના ગીગાફાઈબર લોંચ થતાં ઉત્સુકતા : લોકોને લાભ

૧૨૯૯ રૂપિયાના પ્લાનમાં ફ્રી ટીવી મળશે :૨૪૯૯ના પ્લાનમાં ૨૪ ઇંચના એચડી ટીવી, ૩૯૯૯ના પ્લાનમાં ૩૨ ઇંચના એચડી ટીવી સહિતની ઘણી સુવિધા

નવીદિલ્હી,તા.૫ : રિલાયન્સ જીઓની બ્રોડબેન્ડ સર્વિસ જીઓ ગીગાફાઇબરની શરૂઆત થઇ ગઈ છે. જીઓ ગીગાફાઈબરના રેન્ટલ પ્લાન ૬૯૯ રૂપિયાથી ૮૪૯૯ રૂપિયાની રેંજમાં છે. શરૂઆતી પ્લાન એટલે કે ૬૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૧૦૦ એમબીપીએસની સ્પીડ મળશે જ્યારે ૮૪૯૯ રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને એક જીબી એમબીપીએસ સુધી સ્પીડ મળશે. ગોલ્ડ અને આનાથી ઉપરવાળા પ્લાનમાં ટેલિવિઝન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગોલ્ડ પ્લાનમાં માસિક ભાડુ ૧૨૯૯ રૂપિયા રહેશએ જ્યારે તેના ઉપર ડાયમંડ પ્લાન છે જેમાં માસિક ભાડુ ૨૪૯૯ રૂપિયા છે. પ્લેટિનમ પ્લાનનું માસિક ભાડુ ૩૯૯૯ રૂપિયા છે. જ્યારે સૌથી મોંઘા પ્લાન તરીકે ટાઇટેનિયમ પ્લાન છે. આ પ્લાનમાં માસિક ભાડુ ૮૯૯૯ રૂપિયા છે. આ તમામ પ્લાનમાં કસ્ટમરને ચાર કે સ્માર્ટ ટેલિવિઝન આપવામાં આવશે. જીઓના શરૂઆતી પ્લાન બ્રોંઝ તરીકે છે જેમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ મળશે. આમા યુઝર્સને અનલિમિટેડ ડેટા આપવામાં આવશે.

      આ પ્લાનમાં ફ્રી વોઇસ કોલિંગનો ફાયદો મળશે. યુઝર્સ ભારતમાં કોઇપણ જગ્યાએ કોઇ પણ નંબર પર કોલ કરી શકશે. જીઓના ૧૨૯૯ રૂપિયાવાળા ગોલ્ડ પ્લાનમાં યુઝર્સને ૨૫૦ એમબીપીએસની સ્પીડ મળશે. પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા મળશે. યુઝર્સને આ પ્લાનમાં ફ્રી વોઇસ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં યુઝર્સને ચાર કે સ્માર્ટ ટેલિવિઝન મળશે. રિલાયન્સ જીઓના ૨૪૯૯ રૂપિયાવાલા ડાયમંડ પ્લાનમાં યુઝર્સને ૫૦૦ એમબીપીએસની સ્પીડ રહેશે. પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા મળશે જ્યારે ૩૯૯૯ રૂપિયાવાળા પ્લાનમાં પ્લેટિનમ પ્લાનમાં એક જીબીપીએસની સ્પીડ મળશે. યુઝર્સને ૩૯૯૯ના પ્લાનમાં ૩૨ ઇંચના એચડી ટીવી મળશે જ્યારે ૮૪૯૯ રૂપિયાના પ્લાનમાં ૪૩ ઇંચના ટીવી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ૧૨મી ઓગસ્ટના દિવસે કંપનીની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત જીઓ ગીગાફાઈબરના લોન્ચિંગને લઇને કરવામાં આવી હતી. અંબાણીએ એકબાજુ જીઓ ગીગાફાઇબરના પેકેજ અને લોન્ચિંગ ડેટની જાહેરાત કરી હતી. બીજી બાજુ એમઆર અથવા તો મિક્સ્ડ રિયાલીટી, સેટઅપ બોક્સ સહિત અન્ય અનેક જાહેરાતો પણ કરી હતી. જીઓ ગીગાફાઈબરના પ્લાનની શરૂઆત ૭૦૦ રૂપિયા સાથે થઇ છે અને આની રેંજ ૧૦૦૦૦ રૂપિયા સુધીની છે. હજુ સુધી ભારતમાં ફિસ્ક્ડ બ્રોડબેન્ડ કનેક્શનમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૨૬.૪૬ એમબીપીએસ છે જ્યારે અપલોડ સ્પીડ ૨૧.૯૧ એમબીપીએસ છે.

            રિલાયન્સ જીઓ ગીગાફાઇબરની વાર્ષિક પેકેજ (જીઓ ફોરએવર એન્યુઅલ પ્લાન) લેનાર ગ્રાહકોને એચડી ચાર કે એલઈડી ટેલિવિઝન સેટ અને ચાર કે સેટઅપ બોક્સ ફ્રીમાં આપવામાં આવનાર છે. ૭૦૦ રૂપિયાના સૌથી નાના પેકમાં યુઝરને લાઇફટાઈમ ફ્રી વોઇસ કોલ અને હાઈસ્પીડ ઇન્ટરનેટ મળશે. એટલે કે યુઝરને માત્ર ડેટાના પૈસા ચુકવવા પડશે. વોઇસ કોલ ફ્રી રહેશે. જીઓ ગીગાફાઇબર યુઝરને જે સેટઅપ બોક્સ મળશે તેમાં વિડિયો કોન્ફરન્સ કોલની સુવિધા રહેશે. યુઝર આ સેટઅપ બોક્સથી એક વખતમાં મહત્તમ ચાર લોકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કનેક્ટ થઇ શકે છે. વિડિયો કોન્ફરન્સિંગ ટીવીની સાથે જ મોબાઇલ અને ટેબ્લેટ સાથે પણ કરવામાં આવી શકે છે.  જીઓ ગીગાફાઇબર ઉપર નવી ફિલ્મો પણ રજૂ કરવામાં આવશે. એટલે કે યુઝર પ્રથમ દિવસે પ્રથમ શોમાં જ ઘેર બેસીને નવી ફિલ્મ જોઈ શકશે. આ સુવિધા વર્ષ ૨૦૨૦ની વચ્ચે શરૂ કરી દેવામાં આવશે. ઘેરબેસીને સિનેમા હોલની મજા લેવા માટે મિક્સ્ડ રિયાલીટી ડિવાઈઝની પણ શરૂઆત કરવામાં આવી છે.

(12:00 am IST)