Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

યુ.એસ.ની આર્કેડીયા યુનિવર્સીટીના વી.પી. તથા સી.આઇ ઓ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રશ્મિ રાધાક્રિશ્નનની નિમણુંક : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્સપર્ટ તરીકે નામના ધરાવતા સુશ્રી રશ્મિ સાઇબર સિક્યુરિટી, ઇન્ફાસ્ટ્રકચર, સહિતના ક્ષેત્રે માર્ગદર્શન આપશે

ફિલાડેલ્ફિયા : યુ.એસ.ની આર્કેડીયા યુનિવર્સીટીના વાઇસ પ્રેસિડન્ટ તથા ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે  ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રશ્મિ રાધાક્રિશ્નનની નિમણુંક થઇ છે.તેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્સપર્ટ તરીકે નામના ધરાવે છે. સુશ્રી રશ્મિ સાઇબર સિક્યુરિટી,ઇન્ફાસ્ટ્રકચર,સહિતના ક્ષેત્રે તેમના અનુભવનો યુનિવર્સીટીને લાભ આપશે તથા માર્ગદર્શન આપશે

તેમણે  થોમસ જેફરસન યુનિવર્સીટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી ચેન્નાઈની મીનાક્ષી કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સ ડિગ્રી મેળવેલી છે.તથા હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિગ્રી મેળવી છે.

(12:57 pm IST)